Gujarat

VIDEO | અમરેલી: સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે

By GS TEAM
4 Oct 20251 min read
TukuTouch Logo
અમરેલીના સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગામની સીમ વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરની 5 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતાં બાળકીનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વનવિભાગની ટીમે ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતકને હોસ્પિટલે પી.એમ.અર્થે ખસેડવાની કાર્યવાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | અમરેલી: સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે

Amreli News: અમરેલીના સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગામની સીમ વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરની 5 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતાં બાળકીનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વનવિભાગની ટીમે ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતકને હોસ્પિટલે પી.એમ.અર્થે ખસેડવાની કાર્યવાહી કરી છે. 


સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીનું મોત

મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામના વાડી વિસ્તારમાં મૂળ મધ્યપ્રદેશનો એક મજૂર પરિવાર વિપુલભાઈ પારડીયા કપાસ વીણી રહ્યા હતા, આ દરમિયાન દીપડો આવીને બાળકીને ઉઠાવીને શિકાર કર્યો હતો. જેમાં ચૂટકી શેરુભાઈ પારડીયા નામની બાળકીનું મોત નીપજ્યું છે. 


આ પણ વાંચો: અરબ સાગરમાં વિકરાળ સ્વરૂપ લઈ રહેલું 'શક્તિ' વાવાઝોડું ગુજરાત તરફ ક્યારે ફંટાશે? મહારાષ્ટ્રમાં પણ ઍલર્ટ

સમગ્ર ઘટનાને લઈને સાવરકુંડલાની વન  વિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. દીપડાના હુમલા મામલે ધારી ગીર પૂર્વના DCFએ જણાવ્યું હતું કે, 'દીપડાના હુમલામાં બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દીપડાને પકડી પાડવા માટે વન વિભાગની ટીમે પાંજરા ગોઠવવાની કામગીરી કરી છે.'