Gir Somnath Police Transfer: ગીર સોમનાથ પોલીસ બેડામાં મોટાપાયે બદલીનો ઘાણવો થતાં હડકંપ મચ્યો છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ એક સાથે 82 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી આદેશ કર્યો છે. બદલી કરવામાં આવેલા 82 પોલીસકર્મીઓમાંથી મોટાભાગના વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના છે.
વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના 57 કર્મચારીઓની બદલી
વહીવટી સરળતા અને જાહેરહિતને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 82 પોલીસકર્મીઓમાંથી એકલા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના 57 કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. આ સાગમટે બદલીમાં 24 મહિલા પોલીસ કર્મચારીઓ પણ સામેલ છે. આમ જોઈ તો પોલીસ વિભાગમાં સામન્ય રીતે સમયાંતરે બદલી થતી જ હોય છે પણ એક સાથે 57 કર્મચારીને બદલી દેવાતા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનનામાં સન્નાટો વ્યાપી ગયો છે.
જુઓ સંપૂર્ણ યાદી








