Gujarat

અમદાવાદના મહેમાન બનશે જર્મનીના ચાન્સલર, કાઇટ ફેસ્ટિવલમાં સામેલ થાય તેવી શક્યતા; તડામાર તૈયારીઓ શરુ

By GS TEAM
6 Jan 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી 12 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ મહોત્સવ વિશેષ બની રહેશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના મહેમાન બનશે જર્મનીના ચાન્સલર, કાઇટ ફેસ્ટિવલમાં સામેલ થાય તેવી શક્યતા; તડામાર તૈયારીઓ શરુ

Kite Festival 2026: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી 12 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ મહોત્સવ વિશેષ બની રહેશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

વડાપ્રધાનની સાથે જર્મનીના ચાન્સલર પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે તેમ હોવાથી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનું માઇક્રોલેવલ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પીએમ મોદીના 11 જાન્યુઆરીથી શરુ થતાં ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ સોમનાથ મહાદેવના દર્શને જાય તેવી પણ સંભાવના છે.


વિશ્વના પતંગબાજોનું આકર્ષણ

નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શરુ કરેલી આ પરંપરા આજે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામી છે. આ વર્ષે પતંગ મહોત્સવમાં દેશ-વિદેશ પતંગબાજો અમદાવાદના મહેમાન બનશે, જેમાં વિશ્વના 30 જેટલા દેશોના 150થી વધુ પતંગબાજો ભાગ લેશે. કાઇટ ફેસ્ટિવલમાં વિશાળકાય અને અવનવી મહાકાય પતંગો આકાશમાં આકર્ષણ જમાવશે. રાત્રિ દરમિયાન વિશેષ સાંસ્કૃતિક ડાન્સ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુલાકાતીઓ માટે ખાણી-પીણીના સ્ટોલ્સ અને શોપિંગ એરિયા ઊભો કરાયો છે.

પ્રવાસન અને હોટલ ઉદ્યોગમાં તેજી

આ આંતરરાષ્ટ્રીય મહોત્સવને કારણે અમદાવાદના પ્રવાસન ઉદ્યોગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. શહેરની મોટાભાગની હોટલો અત્યારથી જ હાઉસફૂલ થઈ ગઈ છે. તંત્ર દ્વારા વિદેશી મહેમાનો માટે રોકાણ અને ટ્રાન્સપોર્ટની ખાસ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પણ ભવ્ય પતંગ મહોત્સવ યોજાનાર છે. મકરસંક્રાંતિના આ પર્વને યાદગાર બનાવવા વહીવટી તંત્ર હાલમાં દિવસ-રાત જોયા વગર આખરી ઓપ આપી રહ્યું છે.