Gujarat

કોર્પોરેશને નહિ સાંભળતા દિવાળીપુરામાં લોકોએ પોતાને ખર્ચે ડ્રેનેજ ખોદાવી અને ગેસલાઇન ફાટી

By GS TEAM
24 Feb 20261 min read
કોર્પોરેશને નહિ સાંભળતા  દિવાળીપુરામાં લોકોએ પોતાને ખર્ચે ડ્રેનેજ ખોદાવી અને ગેસલાઇન ફાટી

વડોદરાઃ વડોદરા કોર્પોરેશનના કથળેલા વહીવટનો એક કિસ્સો આજે દિવાળીપુરા વિસ્તારમાં જોવા મળ્યો છે.જેમાં કોર્પોરેશને રજૂઆતો નહિ સાંભળતાં લોકોએ પોતાના ખર્ચે ખોદકામ કરાવતાં ગેસ લાઇન લીકેજ થઇ હતી.

દિવાળીપુરા વિસ્તારના રંગ અવધૂત કોલોની ખાતે લાંબાસમયથી ગંદાપાણીની સમસ્યા હોવાથી રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી.સ્થાનિક ચૂંટાયેલા સભ્યો પણ સ્થળ પર આવી ગયા હતા.પરંતુ બે વર્ષથી સમસ્યાનો ઉકેલ આવ્યો નહતો.

આખરે લોકોએ ઘર દિઠ ફાળો ઉઘરાવી પોતે કામ શરૃ કરાવવાનો નિર્ણય લીધો  હતો. જે દરમિયાન મજૂરો ખોદકામ કરતા હતા ત્યારે ગેસ લાઇન વિશે કોઇ જાણકારી આપવામાં નહિ આવી હોવાથી લાઇન ડેમેજ થઇ હતી.ગેસ વછૂટતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.જો કે ફાયર બ્રિગેડ અને ગેસની ટીમો સમયસર પહોંચી જતાં દુર્ઘટના થતાં રહી ગઇ હતી.