Gujarat

ગાંધીનગરમાં મેટ્રોની કામગીરીના લીધે મુખ્ય રોડ ત્રણ મહિના માટે રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક રૂટ

By GS Team
28 Jan 20252 mins read
This article was originally published on 28 Jan 2025
TukuTouch Logo
ગાંધીનગરમાં હાલ મેટ્રો અને અંડરપાસ સહિત ગટરલાઇન-પાણીની લાઇનના કામ ચાલતા હોવાને કારણે ગમે ત્યારે ગમે તે માર્ગ બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ સેક્ટર 21-22 ખાતે ચ રોડ ખાતે અંડરપાસ બનવાનો હોવાથી મહત્ત્વનો ચ માર્ગ બંધ કરી દેવાયો છે. ત્યારે હવે ચ-5થી ઘ-5 સર્કલ સુધીનો એક તરફનો માર્ગ ત્રણ મહિના માટે મેટ્રોના કારણે બંધ કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરમાં મેટ્રોની કામગીરીના લીધે મુખ્ય રોડ ત્રણ મહિના માટે રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક રૂટ
Image:X

Gandhinagar News: ગાંધીનગરમાં હાલ મેટ્રો અને અંડરપાસ સહિત ગટરલાઇન-પાણીની લાઇનના કામ ચાલતા હોવાને કારણે ગમે ત્યારે ગમે તે માર્ગ બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ સેક્ટર 21-22 ખાતે ચ રોડ ખાતે અંડરપાસ બનવાનો હોવાથી મહત્ત્વનો ચ માર્ગ બંધ કરી દેવાયો છે. ત્યારે હવે ચ-5થી ઘ-5 સર્કલ સુધીનો એક તરફનો માર્ગ ત્રણ મહિના માટે મેટ્રોના કારણે બંધ કરવામાં આવશે.

પ્રતિબંધિત રૂટ

ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દિગંત બ્રહ્મભટ્ટે આ વિશે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2ની કામગીરી માટે ચ-5 સર્કલથી ઘ-5 સર્કલ ખાતે (P17/02 થી P17/33) સુધી રેલિંગની કામગીરીના કારણે 3 મહિના સુધીના સમયગાળા માટે બંધ કરવામાં આવ્યો છે.  

આ પણ વાંચોઃ વિદ્યાર્થિની-વિધવાઓને ટિકિટમાં રાહત, નવા બસ ટર્મિનસ...: AMTSના બજેટમાં વચનોની લહાણી



આ પણ વાંચોઃ અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં મારામારી: સિગારેટ પીવા મુદ્દે ટકોર કરતાં યુવક-યુવતીઓ વિફર્યા

ડાયવર્ઝન રૂટ

- જાહેરનામાં અનુસાર મુસાફરો માટે ડાયવર્ઝન રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રોડ નંબર-5 ઉપર સેક્ટર 17/22 કટથી ચ-5 તરફ જતાં રોડ ઉપર મેટ્રો રેલવેનું કામ થતું હોવાથી એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે. જેથી, ઘ-5 સર્કલથી રોડ નંબર-5 (ચ-5) તરફ જવા માટે સેક્ટર 17/22 કટથી જમણી બાજુ વળી સામે બનાવેલા રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ ચ-5 તરફ જઈ શકાશે. 

- સેક્ટર-17/22 કટથી ચ-5 સર્કલ સુધીનું કામ પૂર્ણ થયા પછી ચ-5 સર્કલથી સેક્ટર-17/22ના કટ સુધી જતાં રોડ ઉપર મેટ્રો રેલવેનું કામ શરુ છે. જેથી સેક્ટર-17/22થી ચ-5 સર્કલ સુધી એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો હોવાથી સદર જગ્યાએ ચ-5 સર્કલથી સામે બનાવેલા રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ સેક્ટર-17/22 કટથી ડાબી બાજુ વળી ઘ-5 સર્કલ તરફ જઈ શકાશે.

- ચ-5 સર્કલથી સેક્ટર-17/22 કટ સુધીનું કામ પૂર્ણ થયા બાદ સેક્ટર-17/22 કટથી ઘ-5 સર્કલ સુધી મેટ્રો રેલવેનું કામ કરવામાં આવશે. જેથી સેક્ટર-17/22 કટથી ઘ-5 સર્કલ તરફ એક તરફનો રોડ બંધ કરવામાં આવતો હોવાથી ચ-5 સર્કલ તરફથી આવતાં વાહનો સેક્ટર-17/22 કટથી સામે બનાવેલા રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ ઘ-5 સર્કલ તરફ જઈ શકશે.

- સેક્ટર-17/22 કટથી ઘ-5 સુધીનું કામ પૂર્ણ થયા બાદ ઘ-5 સર્કલથી સેક્ટર-17/22 કટ સુધીનું મેટ્રો રેલવેનું કામ કરવામાં આવશે. પરંતુ, ત્યાં રોડ ઉપર શોપિંગમોલ તથા દવાખાના, તેમજ બૅન્ક આવેલી હોવાથી રાતના સમયે કામ કરવામાં આવશે અને ઘ-5 સર્કલથી સેક્ટર-17/22 કટ સુધી રાત્રિ દરમિયાન એક સાઇડનો રોડ બંધ કરવામાં આવશે. જેથી ઘ-5 સર્કલથી સામે બનાવેલા રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ સેક્ટર-17/22 કટથી ચ-5 સર્કલ જઈ શકશે. આ રોડ ઉપર શોપિંગ મોલ, દવાખાના, બૅન્ક વગેરે હોવાના કારણે ટ્રાફિક માર્શલ રાખવામાં આવશે. જેથી રોડ ઉપર કોઈપણ વાહન પાર્ક ન થાય અને ટ્રાફિક જામની સમસ્યા ન ઉદ્ભવે તેની પણ તકેદારી રાખવામાં આવશે.