Gujarat

ગાંધીનગર: નિવૃત્ત ક્લાસ-2 ઈજનેર પાસેથી મળી આવી રૂ.3.08 કરોડની બેનામી સંપત્તિ, ACBની મોટી કાર્યવાહી

By GS TEAM
26 Nov 20252 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીનો સિલસિલો યથાવત રાખવામાં આવ્યો છે. ગાંધીનગરમાં સર્વ શિક્ષા અભિયાન (SSA) ના નિવૃત્ત સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર (વર્ગ-2) નિપુણ ચંદ્રવદન ચોકસી વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ વસાવવા બદલ ગુનો નોંધી આજે તેમની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર: નિવૃત્ત ક્લાસ-2 ઈજનેર પાસેથી મળી આવી રૂ.3.08 કરોડની બેનામી સંપત્તિ, ACBની મોટી કાર્યવાહી

Gandhinagar ACB News: ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીનો સિલસિલો યથાવત રાખવામાં આવ્યો છે. ગાંધીનગરમાં સર્વ શિક્ષા અભિયાન (SSA) ના નિવૃત્ત સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર (વર્ગ-2) નિપુણ ચંદ્રવદન ચોકસી વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ વસાવવા બદલ ગુનો નોંધી આજે તેમની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી છે.

ભૂતકાળમાં લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા 

આરોપી નિપુણ ચોકસીનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. તેઓ તારીખ 16 જુલાઇ 2021 ના રોજ રૂ.1,21,000 ની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જે તે સમયે તેમની સામે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ લાંચ પ્રકરણની તપાસ દરમિયાન જ તેમની બેનામી સંપત્તિના તાર મળ્યા હતા.

બેંક લોકરોમાંથી નીકળી હતી કરોડોની રોકડ 

લાંચના ગુનાની તપાસ અને રિમાન્ડ દરમિયાન એસીબીને આરોપીના ધી ગાંધીનગર નાગરિક કો.ઓપ. બેંક (સેક્ટર-10 તથા સેક્ટર-6 બ્રાંચ) ખાતેના ત્રણ લોકરની માહિતી મળી હતી. આ લોકરોની અને તેમના રહેણાંક મકાનની જડતી કરતા બેંક લોકરમાંથી રૂ.2,27,25,000, રહેણાંક મકાનમાંથી રૂ. 4,12,205 એમ કુલ મળી રૂ. 2,31,75,205 ની માતબર રકમ મળી આવી હતી.

આવક કરતાં 62.43% વધુ મિલકત મળી 

એસીબી દ્વારા આરોપીના ચેક પીરીયડ 1 એપ્રિલ 2021 થી 19 સપ્ટેમ્બર 2021 દરમિયાનની આવક અને મિલકતની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેમાં ફલિત થયું હતું કે આરોપી નિપુણ ચોકસીએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ. 3,08,90,279 જેટલી જંગી અપ્રમાણસર મિલકતો વસાવી છે. જે તેમની કાયદેસરની આવક કરતાં 62.43% જેટલી વધુ છે.

આ સમગ્ર મામલે આજે (26 નવેમ્બર) ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 ની કલમ 13(1)(ઇ), 13(2) તથા સુધારા અધિનિયમ 2018 ની કલમ 13(1)(બી) મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.