Get The App

ભરણ પોષણના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

ફેમિલી કોર્ટે સજા કરી વોરંટ ઇશ્યૂ કર્યું હતું : જેલમાં મોકલી અપાયો

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
ભરણ પોષણના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો 1 - image

વડોદરા,ભરણ પોષણના કેસમાં સજા થયા પછી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.

ખંભાતની ફેમિલી કોર્ટમાં થયેલી બાળક અને પત્નીના ભરણ પોષણના કેસમાં દિપક ચતુરભાઇ મકવાણા (રહે. રૃક્ષ્મણી નગર, ન્યુ સમા રોડ) સજા થઇ હતી. તેની સામે વોરંટ ઇશ્યૂ થયું હતું. છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા દિપક મકવાણાની ફતેગંજ પોલીસ સ્ટેશનના  પી.આઇ. એ.એમ. ગઢવીની સૂચના મુજબ શોધખોળ શરૃ કરવામાં આવતા આરોપી ઝડપાઇ ગયો હતો. સજા વોરંટના આધારે આરોપીને સજા ભોગવવા વડોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.