Gujarat

આજથી કચ્છમાં ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણીનું રાજકારણ ગરમાશે

By GS Team
29 Nov 20211 min read
This article was originally published on 29 Nov 2021
આજથી કચ્છમાં ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણીનું રાજકારણ ગરમાશે

ભુજ,રવિવાર

આગામી ૧૯ ડિસેમ્બર રાજયની સાથોસાથ કચ્છમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. કચ્છની ૪૮૨ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગામે ગામ રાજકીય-સામાજીક આગેવાનો દ્વારા બેઠકોનો દોર શરૃ કરવામાં આવ્યો છે. ગામના ફળીયા ઉપરાંત વાડી વિસ્તારમાં પણ ખાટલા બેઠકોનો દોર શરૃ કરાતા ભર શિયાળે ગરમાવો આવી ગયો છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય પક્ષને કોઈ લેવા દેવા હોવો ન જોઈએ પરંતુ  છેલ્લા કેટલાક વર્ષોથી અમુક પક્ષ પોતાના પક્ષનો માનીતો જ ઉમેદવાર સરપંચ પદે હોવો જોઈએ તે દિશામાં પ્રયત્નો કરે છે. ત્યારે, વિાધાનસભાની ચૂંટણી પૂર્વે યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ ચૂંટણીના મત ગણતરીના આાધારે તેઓ નવો દાવ ખેલી શકશે. ત્યારે, કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને દિવસ ઉપરાંત પણ રાત્રિના ભાગે પણ મિટીંગો યોજવામાં આવી રહી છે. પાંચ વર્ષ પૂર્વે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ ગાયબ થયેલા વિજેતાઓ પણ હવે જાહેરમાં દેખાવા લાગ્યા છે. સરપંચ પદની દાવેદારીમાં અગ્રેસર તેમજ તેમના સમાર્થકો લોકોના ખબર અંતર પુછવા લાગ્યા છે. મતદારોને રીઝવવાના તમામ પ્રકારના પ્રયાસોમાં લાગી ચુકયા છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા હોદેદારો પણ પોતાના માનીતાને સરપંચની ઉમેદવારી કરાવવા મહેનત કરી રહ્યા છે. 

આમ, ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણીનું રાજકારણ આવતીકાલાથી વધુ જોર પકડશે.