વકીલાત, પત્રકારત્વ અને પછી બોલિવૂડમાં એક્ટિંગ... જાણો હત્યાનો ફરાર કેદી 12 વર્ષે અમદાવાદથી કેવી રીતે ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના નરોડામાં 21 વર્ષ પહેલાં એટલે કે, વર્ષ 2005માં થયેલા ચકચારી હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને વર્ષ 2014થી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આરોપી હેમંત નગીનદાસ મોદી પેરોલ પરથી ફરાર થયા બાદ પોલીસની ધરપકડથી બચવા માટે મુંબઈ નાસી ગયો હતો. ત્યાં તેણે પોતાની અસલી ઓળખ છુપાવીને નવું નામ ધારણ કરી લીધું હતું અને બોલિવૂડ તેમજ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. લાંબી શોધખોળ બાદ આખરે 12 વર્ષે તે ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, આ આરોપીની પોલીસે કરેલી પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે હત્યા પહેલા વકિલ તરીકે પ્રેક્ટિસ કરતો, હત્યા પછી તેણે જેલમાંથી જજની પરીક્ષા આપી હતી અને પેરેલોમાંથી ભાગ્યા બાદ ભવન્સ કોલેજમાંથી જર્નાલિઝમ પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ તમામ બાબતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PIએ ગુજરાત સમાચાર ડિજિટલ સાથે આરોપીની પૂછપરછમાં તેણે શું કહ્યું તે જણાવ્યું હતું.
વર્ષ 2005ના હત્યાના ગુનાનો આરોપી હેમંત મોદી
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા જૂના ગુનાઓમાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ ટાસ્ક શરૂ કરાયો હતો. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે નરોડા પોલીસ સ્ટેશનના વર્ષ 2005ના હત્યાના ગુનાનો આરોપી હેમંત મોદી હાલમાં અમદાવાદના ઘી-કાંટા વિસ્તારમાં તેના ઘર પાસે આવવાનો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે ઘી-કાંટા મેટ્રો સ્ટેશન સામે, પાંજરાપોળ વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને આરોપી હેમંત મોદીને દબોચી લીધો હતો.
પોલીસ પૂછપરછમાં આરોપીએ જે વિગતો આપી તેનાથી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વર્ષ 2014માં ગુજરાત હાઈકોર્ટે તેના 30 દિવસના પેરોલ મંજૂર કર્યા હતા, જે પૂરા થવા છતાં તે જેલમાં હાજર થયો નહોતો. ફરાર થયા બાદ તેને નાટક ઇન્ડસ્ટ્રીઝનો જૂનો અનુભવ હોવાથી તે મુંબઈ પહોંચ્યો હતો. ત્યાં તેણે પોતાની ઓળખ સ્પનંદન મોદી તરીકે આપી બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મો, સિરિયલો અને વેબ સિરીઝમાં કામ મેળવવાનું શરૂ કર્યું હતું. તેણે અમિતાભ બચ્ચન, આમિર ખાન અને રણવીર સિંહ જેવા દિગ્ગજ કલાકારો સાથે મોટા બજેટની હિન્દી ફિલ્મોમાં તેમજ કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ સપોર્ટિંગ એક્ટર તરીકે અભિનય કર્યો હતો.

આ પણ વાંચો: 7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો
ક્યારે કેવી રીતે કરી હતી હત્યા
આ કેસની વિગત એવી છે કે જૂન 2005માં નરોડાની પાર્શ્વનાથ ટાઉનશીપ પાસે જમીન અને ગેરકાયદેસર સીડી બનાવવા બાબતે ચાલીના રસ્તામાં ઘણાં સમયથી વિવાદ ચાલતો હતો. આ પછી ગત 15-6-2005ના રોજ રાત્રે આ બાબતે ઝઘડો થયો હતો. જેમાં નરેન્દ્ર ઉર્ફે નન્નો નામના યુવકની હત્યા થઈ હતી. આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યાર પછી વર્ષ 2008માં કોર્ટે હેમંત મોદી સહિતના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી અને તેને મહેસાણા જેલમાં મોકલાયો હતો, જ્યાંથી તે 2014માં પેરોલ મંજૂર કરાવીને ફરાર થયો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી 2014થી 2015 દરમિયાન પાટણમાં રોકાયો હતો અને ત્યારબાદ તે અમદાવાદના ઘી-કાંટા વિસ્તારમાં ખોટી ઓળખ સાથે પીજીમાં રહીને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. વર્ષ 2017થી 2025 સુધી તે મુંબઈમાં જુદી જુદી જગ્યાએ પીજીમાં રહ્યો અને ફિલ્મ જગતમાં સક્રિય રહ્યો હતો. વર્ષ 2025માં તે ફરી અમદાવાદ રહેવા આવ્યો હતો. ફિલ્મી પડદે અલગ-અલગ પાત્રો ભજવીને કાયદાની આંખમાં ધૂળ નાખનાર આ શાતિર આરોપીને કાયદાના સકંજામાં લઈને ક્રાઈમ બ્રાંચે તેને ફરીથી જેલભેગો કરવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PIએ જણાવ્યું કે, અમને બે-ચાર દિવસ પહેલા જ આ પેરોલ જમ્પ કરનાર આરોપી વિશે બાતમી મળી હતી. આ વ્યક્તિને 2005ના હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ હતી અને શરૂઆતમાં તેને અમદાવાદમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ તેને મહેસાણા જેલમાં ટ્રાન્સફર કરાયો હતો. વર્ષી 2010માં પત્ની સાથે છૂટાછેડા થતાં તેની માનસિક સ્થિતિ પર અસર થઈ હતી અને તેણે દવાઓ લેવી પડી હતી. કાયદાનો જાણકાર હોવાથી તેણે જેલમાં રહીને જજ માટેની પરીક્ષા પણ આપી હતી. હત્યાનો બનાવ બન્યો તે પહેલાં તે કોર્ટમાં જુનિયર વકીલ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. વર્ષ 2014માં હાઈકોર્ટે તેની પેરોલ મંજૂર કરી હતી, પરંતુ ત્યારપછી તે ફરાર થઈ ગયો અને પકડાઈ ન જવાય તે ડરથી તેણે પોતાના પરિવાર સાથેના તમામ સંપર્કો કાપી નાખ્યા હતા. આ પછી તેણે ભવન્સ કોલેજમાંથી જર્નાલિઝમ પણ કર્યું હતું. પોલીસથી બચવા તેણે પોતાનો દેખાવ સાવ બદલી નાખ્યો હતો અને કોઈપણ ટેકનિકલ વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળી દીધું હતું.'
હેમંત મોદી અંગે PIએ જણાવ્યું કે જણાવ્યું કે, 'પેરોલ જમ્પ કર્યા પછી હેમંત મોદી પોતાની અસલી ઓળખ છુપાવવા ટ્વિંકલ દવે અને સ્પંદન મોદી જેવા નામો રાખ્યા હતા. શરૂઆતમાં પાટણમાં પીજીમાં આશરો લીધો હતો. કોલેજ સમયના નાટકોમાં કામ કરવાના અનુભવનો ફાયદો ઉઠાવીને તેણે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું અને અમદાવાદથી બોમ્બે વચ્ચે આવતાજવાનું ચાલુ રાખી. તેણે બોલિવૂડની જયેશભાઈ જોરદાર જેવી ફિલ્મોમાં તેમજ કલર્સ ગુજરાતીની મોટી બાની નાની વહુ સિરિયલમાં પણ કામ કર્યું હતું. તે હંમેશા નાના અને સપોર્ટિંગ રોલ્સ જ પસંદ કરતો જેથી તે વધારે લોકોની નજરમાં ન આવે. ઇન્ડસ્ટ્રીમાં તેના સંપર્કો વધવા લાગ્યા ત્યારે પોતાના ભૂતકાળને છુપાવવા તેણે એવી અફવા ફેલાવી દીધી હતી કે સહ-આરોપીઓની જેમ તેની સજા પણ હવે પૂરી થઈ ગઈ છે, જેથી કોઈને તેના પર શંકા ન જાય.'
આરોપીની આળખ અંગે PIએ જણાવ્યું કે, 'આખરે, અમારી પેરોલ ટીમ દ્વારા સતત રાખવામાં આવતા સર્વેલન્સ અને મળેલી બાતમીના આધારે અમે તેને પકડવા માટે મેટ્રો લોકેશન પાસે વોચ ગોઠવી. જ્યારે અમે તેને રોકીને પૂછપરછ શરૂ કરી, ત્યારે તેણે એક્ટર હોવાનો રોફ જમાવતા સીધો જ ઇનકાર કરી દીધો અને કહ્યું કે, હું એ માણસ નથી, તમે જેને શોધો છો. પરંતુ અમે અગાઉથી જ તેના જૂના રેકોર્ડ તપાસી લીધા હતા, એટલે તેને ડાબા હાથ પરના લાખાના નિશાન અને તલ સહિતની શારીરિક ઓળખની નિશાનીઓ ગણાવી બતાવી. આ પુરાવાઓ સામે તેની ચાલાકી કામ ન લાગી અને આખરે તેણે હાર માનીને કબૂલાત કરી લીધી કે તે પોતે જ વોન્ટેડ આરોપી છે. આમ, પોતાની હોશિયારી વાપરીને વર્ષો સુધી પોલીસને હાથતાળી આપતો આ આરોપી આખરે અમારા સકંજામાં આવી જ ગયો.'
હેમંત મોદીએ ફિલ્મ, સિરીયલ અને નાટકોમાં કામ કર્યું
બોલીવુડ ફિલ્મ
•ઠગ્સ ઓફ હિન્દુસ્તાન (અમિતાભ બચ્ચન, અમીરખાન)
•જયેશભાઈ જોરદાર (રણબીરકપુર)
•મેટ્રો ઇન દિનો (ડાયરેક્ટર-અનુરાગ બસુ)
•લાહોર-1947 (આવનારી ફિલ્મ, અખીરખાન પ્રોડ્કશન, એક્ટર સનીદેઓલ, સબાના આઝમી )
•તુ હે મેરી કિરન (આવનારી ફિલ્મ, સોનાક્ષી સિન્હા)
સાઉથ ફિલ્મ
•એલ ટુ અન્નપુરમ (મોહનલાલ, પ્રિથ્વિરાજ)
ગુજરાતી ફિલ્મ
•એસ-2 જી-2
•સમંદર
•શસ્ત્ર
•53મું પાનુ
•મુખી
•લવ યુ બા
•રેટીંગ 5-સ્ટાર
•દેરાણી જેઠાણી
•દિકરી તો પારકી થાપણ કેવાય
•તલીકા
•કોઠી 1947
•ફુલ સ્ટોપ
•દરિયા કિનારે બંગ્લોઝ
•હાઇ ફાઇ બકો
•બ્લેક બર્થડે
•નિબંધ (આવનાર છે)
•વાંઢાને વાધા ઘણા (આવનાર છે)
•બ્રહ્માસ્ત્ર (આવનાર છે)
•છન છન (આવનાર છે)
•કંઇક તો કર (આવનાર છે)
હિન્દી વેબ સિરિઝ
•તકસરી (ઇમરાન હાસમી)
હિન્દી સિરિયલ
•મેરે સાંઇ
•વાઘલે કી દુનિયા
ગુજરાતી સિરિયલ
•ખોડિયાર છે જોગમાયા
•એક ડાળના પંખી
•વાર્તા રે વાર્તા
•મોટી બા ની નાની વહુ (કલર્સ ટેલીવિઝન ઉપર હાલ ચાલુ)
નાટક
•જોગ સંજોગ
•પરમક્રુપાળુ દેવ
•જુનાગઢ અતિત થી આજ
•મા તે મા
•યુગ પુરૂષ
•બ્લેન્ક એન્ડ વાઇડ
•કાંકરિયા કાર્નીવલ શો
•ધર્મા રક્ષતિ
•સાસરાજીનુ સુરસુરીયુ
•કન્યા પધરાવો સાવધાન
•ભારતનો ભાગ્ય વિધાતા
•દિન દયાલ ઉપાધ્યાય
•મહા માનવ ડો આંબેડકર
•મી.શ્રીમાન V/Sમીસીસ શ્રીમતિ
•ઉડવાની હુ આકાશમાં
•ગાંધી વિરૂધ્ધ ગોડસે
•શ્રી દાદા ભગવાન
આ સિવાય જન જાગ્રુતી માટે અથવા તો જાહેર શો માં કો-એકટર સપોટીંગ એકટર તરીકે કામ કર્યું છે.








