Gujarat

આંજણાની કન્ટ્રક્શન સાઈટમાંથી રૂ. 1.75 લાખની સિમેન્ટ બારોબાર સગેવગે કરી દેવાઈ

By GS Team
6 Feb 20221 min read
This article was originally published on 6 Feb 2022
આંજણાની કન્ટ્રક્શન સાઈટમાંથી રૂ. 1.75 લાખની સિમેન્ટ બારોબાર સગેવગે કરી દેવાઈ

- બે ટ્રાન્સપોર્ટ કંપનીના ટેન્કરના ત્રણ ડ્રાઇવર અને સાઈટના વોચમેને છેતરપિંડી કરી, પોલીસે વોચમેનની અટકાયત કરી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર

આંજણા ટેનામેન્ટની કન્સ્ટ્રક્શન સાઇટ પર અલ્ટ્રાટ્રેક કંપનીમાંથી મંગાવવામાં આવેલા ચાર પૈકી સિમેન્ટ ભરેલું એક ટેન્કરની કિંમત રૂ. 1.75 લાખનું બારોબાર સગેવગે કરી છેતરપિંડી કર્યાની ફરીયાદ સલાબતપુરા પોલીસમાં નોંધાય છે.

આંજણા સ્થિત એચ.ટી.સી-1 ટેક્સટાઇલ માર્કેટ સામે આંજણા ટેનામેન્ટ ખાતે ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટમાં મગદલ્લા સ્થિત અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીમાંથી 4 જાન્યુઆરીએ ચાર ટેન્કર સિમેન્ટનો ઓર્ડર આપ્યો હતો. અલ્ટ્રાટ્રેક કંપનીના ઓથોરાઇઝ ડીલર દ્વારા શાહીન ટ્રાન્સપોર્ટ અને વૈશાલી ટ્રાન્સપોર્ટ દ્વારા ચાર ટેન્કર મોકલાવ્યા હતા. પરંતુ ત્રણ ખાલી કર્યા હતા જયારે ચોથું ટેન્કર ખાલી કરી શકાય એટલી જગ્યા ન હતી. પરંતુ કન્સ્ટ્રક્શન સાઇટના વોચમેન ગુલશન ગુપ્તાએ શાહીન ટ્રાન્સપોર્ટ અને વૈશાલી ટ્રાન્સપોર્ટના ટેન્કરના ચાલક સાથે મળી એક ટેન્કર બારોબાર સગેવગે કરી દઇ રૂ. 1.75 લાખની છેતરપિંડી કરી હતી. પોલીસે વોચમેનની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.