Gujarat

વડોદરા જિલ્લામાં ફરતા પશુ દવાખાના દ્વારા ૭૦૨૬ અબોલ પશુઓની મફત સારવાર

By GS Team
12 Dec 20211 min read
This article was originally published on 12 Dec 2021
વડોદરા જિલ્લામાં ફરતા પશુ દવાખાના દ્વારા ૭૦૨૬ અબોલ પશુઓની મફત સારવાર

શિનોર તાલુકામાં જર્સી ગાયને ડોકટરોએ જીવતદાન આપ્યું

વડોદરા તા.12 ડિસેમ્બર, 2021, રવિવાર

વડોદરા જિલ્લામાં શિનોર તાલુકામા કાર્યરત MVD-વાણીયાદ છણભોઈ ગામમાં એમ્બ્યુલન્સ પોતાની શિડ્યૂલ વિઝિટમા હતા અને ત્યાં એક જર્સી ગાયનો માલિક આવીને ડો.હિમાનીને પોતાની જર્સી ગાય કે જેની કિંમત અંદાજે રૂ. ૪૦ થી ૫૦ હજારની હોય છે. જર્સી ગાયની બીમારી અંગે જણાવતા ર્ડોકટર અને પાયલોટ બંને માલિકના ઘરે ગયા અને ત્યાં ઘોડી પર તેની ઓર ખસી ગઈ હતી જેને રીટેનશન ઓફ પ્લેસન્ટા કહેવાય, ર્ડોકટર અને પાયલોટની ટીમ ભેગા મળીને જર્સી ગાયની માટીને બરાબર બેસાડીને પ્રોપર સારવાર કરીને તેનો જીવ બચાવ્યો હતો.

વડોદરા જિલ્લામાં પશુઓની જીવાદોરી ફરતું પશુ દવાખાનું (MVD) દ્વારા અત્યાર સુધીમાં ૬૨૨૧૦ પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.

વડોદરા જિલ્લામાં GVK EMRI અને ગુજરાત પશુ પાલન વિભાગના સહયોગથી ૧૭ ફરતા પશુ દવાખાના (MVD) કાર્યરત છે.

અત્યાર સુધી ફરતા પશુ દવાખાના વેટનરી ર્ડાકટર દ્વારા ૧,૫૦,૭૬૮ શિડ્યૂલ અને ઇમેરજેંસી દરમિયાન માલિકીના પશુઓનો જીવ બચાવ્યો છે. જેમાં ૧,૪૩,૭૪૨ શિડ્યૂલ દરમિયાન (ફાળવેલ ૧૦ ગામમાં) અને ઈમરજન્શીમાં ૭૦૨૬ પશુની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.

વડોદરા જિલ્લામાં કુલ મળીને ૧૭ ફરતા પશુ દવાખાના છે.

જેમાં વડોદરા તાલુકમાં નંદેસરી, સિંધરોટ, રામનાથ,પાદરામાં મુવાલ, સરસ્વણી, કરજણમાં કણભા, કરમડી,શિનોરમાં આનંદી, વાણીયાદ,ડભોઇમાં કરનાળી, સીમલીયા, વાઘોડિયામાં અમરેશ્વર, રાજપુરા,સાવલીમાં વેમાર, ચાંપાનેર અને ડેસર તાલુકામાં વલાવાવ, વરસડાનો સમાવેશ થાય છે.