Gujarat

વારસિયામાં એક જ પરિવારના ચાર મોબાઇલ ફોન ચોરાયા

By GS TEAM
27 Oct 20251 min read
વારસિયામાં એક જ પરિવારના ચાર મોબાઇલ ફોન ચોરાયા

વડોદરા,વારસિયાની સંતકંવર કોલોનીના એક ઘરમાંથી ચોર ટોળકી પરિવારના ચાર સભ્યોના મોબાઇલ ફોન ઉઠાવી ગઇ હતી.

વારસિયાની સંતકંવર કોલોનીમાં રહેતા એડવોકેટ સન્ની ઇશ્વરભાઇ બ્રહ્મખત્રી માતા,પિતા અને ભાઇ સાથે રહે છે. ગત ૨૩ મી તારીખે તેઓ રાતે દોઢ વાગ્યા સુધીને વાતો કર્યા પછી સૂઇ ગયા હતા. સવારે તેમના પિતા ઉઠયા ત્યારે જોયું તો તેમનો મોબાઇલ ફોન ગૂમ હતો. પરિવારને જગાડી તેઓના મોબાઇલ ફોન ચેક કરતા તેઓના પણ મોબાઇલ ફોન ગૂમ હતા.તેમજ સન્નીના માતાનું  પર્સ પણ ગૂમ હતું. રાતે ચોર તેમના ઘરના લાકડાનો દરવાજો ખોલી અંદર ઘૂસી ચોરી કરી ગયા હતા. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.