Gujarat

માફિયા ગેંગના એડમિન સહિત ચાર આરોપીઓ જેલ ભેગા

By GS TEAM
3 Sep 20251 min read
માફિયા ગેંગના એડમિન સહિત ચાર આરોપીઓ જેલ ભેગા

 વડોદરા,શ્રીજીની સવારી પર  ઇંડા ફેંકવાના ગુનામાં રિમાન્ડ પરના ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

ગણેશોત્સવ શરૃ થતા પહેલા પાણીગેટ માંડવી  રોડ પરથી મોડીરાતે અઢી વાગ્યે પસાર થતી ગણેશજીની શોભાયાત્રા પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા. આ ગુનામાં પોલીસે અત્યારસુધી સગીર સહિત ૧૦ ને ઝડપી પાડયા છે. જેમાં ૧૭ વર્ષના કિશોર, સૂફિયાન, શાહનવાઝ, જુનેદ મલેક, જાવીદ મલેક, સલીમ મનસુરી, જુનેદ સિન્ધી, અનસ કુરેશી  અને સમીર શેખ અને  જુનેદ સિન્ધીની માતા સાદીકાબેનનો સમાવેશ થાય છે. પોલીસે માફિયા ગેગના એડમિન અને મુખ્ય સૂત્રધાર જુનેદ સિન્ધી, અનસ કુરેશી, સમીર શેખ તથા સાદીકાબેનના રિમાન્ડ લીધા હતી. આજે રિમાન્ડ પૂરા થતા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.  હજી આ  કેસમાં જુનેદ સિન્ધીના પિતા સલીમમીંયાને  પકડવાના બાકી છે. જેઓને પકડવા માટે પોલીસની ટીમ દોડધામ કરી રહી છે.