કાલે
તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
9 તાલુકા પંચાયતમાં ભાજપને અને વલ્લભીપુર તાલુકા
પંચાયતમાં અપક્ષને બહુમતી
ભાવનગર -
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયાને ર૩ દિવસ થયા બાદ હવે ભાવનગર
જિલ્લાની તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે આવતીકાલે
શુક્રવારે ઉમેદવારો ફોર્મ ભરશે.
ભાવનગર
જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતમાં આગામી તા. ર૩ મેને શનિવારે પ્રમુખ અને ઉપપ્રમુખની
ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે આવતીકાલે શુક્રવારે ઉમેદવારો ફોર્મ ભરશે. જિલ્લાની ૯
તાલુકા પંચાયતમાં ભાજપને બહુમતી મળી છે,
જેમાં ભાવનગર, ઘોઘા, તળાજા,
મહુવા, જેસર, પાલિતાણા,
ગારિયાધાર, ઉમરાળા, સિહોર
વગેરે તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે, જયારે એક માત્ર
વલ્લભીપુર તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવારોને બહુમતી મળી છે. ૯ તાલુકા પંચાયતમાં
ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બનશે, જયારે વલ્લભીપુર તાલુકા
પંચાયતમાં અપક્ષના પ્રમુખ-ઉપપ્રમુખ બનશે તેવી શકયતા જણાય રહી છે.
જિલ્લાની
૧૦ તાલુકા પંચાયતમાં ઉમેદવારો ફોર્મ ભરશે એટલે પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર થઈ
જશે. આ ચૂંટણી માટે કોંગ્રેસના સભ્યો પણ ફોર્મ ભરશે તેવી શકયતા છે પરંતુ બહુમતી
નહીં હોવાથી કોંગ્રેસ વિપક્ષમાં બેઠશે. વલ્લભીપુર તાલુકા પંચાયતમાં ભાજપ વિપક્ષમાં
બેઠશે તેમ ચર્ચાય રહ્યુ છે. ૯ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બનવા માટે
ભાજપના સભ્યો વચ્ચે રસાકસી જામી છે ત્યારે ભાજપ કોને મહત્વના પદ પર બેસાડશે ? તેની રાહ જોવી જ રહી.


