Gujarat

હરિયાણાથી વડોદરા આવતો ૮૦ લાખનો વિદેશી દારૃ પકડાયો

By GS TEAM
20 Feb 20261 min read
હરિયાણાથી વડોદરા આવતો ૮૦ લાખનો વિદેશી દારૃ પકડાયો

 વડોદરા,હરિયાણાથી વડોદરા લાવવામાં આવતો ૮૦ લાખનો વિદેશી દારૃનો જથ્થો જિલ્લા એલ.સી.બી.ની ટીમે કબજે કર્યો હતો.  પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

જિલ્લા એલ.સી.બી. ની ટીમને માહિતી મળી હતી કે, ભરૃચ તરફથી વિદેશી દારૃનો જથ્થો ભરીને એક ટ્રક વડોદરા તરફ આવવાની છે. જેથી, પોલીસે મુંબઇ - દિલ્હી એક્સપ્રેસ  હાઇવે પર લક્ષ્મીપુરા ગામ નજીક વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટ્રકને આંતરીને ઊભી રાખી હતી. ટ્રક ડ્રાઇવર શિન્દરપાલસિંગ ચંદસિંગ જટ (રહે.હાલ રહે.પુષ્પ નારાયણ કોમ્પલેક્સ, તા. પનવેલ,જિ.રાયગઢ, મહારાષ્ટ્ર તથા મૂળ  રહે. કબ્બરવચ્છા તા.જિ. ફિરોજપુર, પંજાબ) ને ઝડપી પાડયો હતો.  પોલીસને જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૃની ૧૯,૦૮૦ બોટલ કિંમત  રૃપિયા ૮૦.૯૮ લાખની મળી આવી હતી. પોલીસે દારૃ, ટ્રક, મોબાઇલ ફોન તથા રોકડા મળીને કુલ રૃપિયા ૯૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, હરિયાણાના વિજય  ચૌધરીએ કોઇ વ્યક્તિ મારફતે હરિયાણાના બાદલી પાસે આવેલા ફુકરપુરા ટોલનાકા પરથી વિદેશી દારૃ ભરેલી ટ્રક આપી હતી. આ ટ્રક વડોદરા લઇ જવાની હતી.