Get The App

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું 1 - image

સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, છ બુટલેગર ફરાર

પોલીસે વિદેશી દારૃ, આઇસર મળી રૃ.૫૫.૯૭ લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર -  રાણપુરના અનીડા ગામની સીમ વિસ્તારમાં સાંજણાવદરના કાચા રસ્તા ઉપર આવેલ વાડીમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી વિદેશી દારૃ ભરેલું આઇસર પકડી પાડયું હતી. વાડી માલિક સહિત છ શખ્સ ફરાર થઈ ગયા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલનો સ્ટાફ બોટાદ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, વિક્રમ રાઘવભાઈ ગોલેતર (રહે. અનીડા ગામ, તા.ગઢડા જી.બોટાદ) તથા પ્રવિણ શામજીભાઇ રાઠોડ (રહે.આનંદનગર, ભાવનગર) બંને અનીડા ગામની સીમ વિસ્તારમાં સાંજણાવદરના કાચા રસ્તા ઉપર આવેલ પોતાની કબજા ભોગવટાવાળી વાડીએ (આઇસર નં. જીજે-૦૫-એઝેડ-૭૩૪૬)માં બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૃનો જથ્થો મંગાવી, વેચાણ કરવા સારૃ તેમાં સંગ્રહ કરી વેચાણ કરે છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે દરોડો પાડી આઇસરની તલાશી લેતા આઇસર અંદરથી વિદેશી દારૃની બોટલ ૧૨,૭૬૮ કિંમત રૃ.૪૦,૯૩,૮૭૨નો મળી આવતા પોલીસે દારૃ આઇસર મળી રૃ.૫૫,૯૭,૦૭૨નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે તમામ બુટલેગર ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે ટેસ્ટ મોનીટરીંગ સેલે

વિક્રમ રાઘવભાઇ ગોલેતર, પ્રવિણ શામજીભાઇ રાઠોડ, આઇસર નો ચાલક, કલીનર, માલીક અને વિદેશી દારૃનો જથ્થો મોકલનાર વિરૃધ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.