Gujarat

ઉત્તર ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 700 કરતાં વધુ લોકો કોરોના સંક્રમિત

By GS Team
23 Jan 20223 mins read
This article was originally published on 23 Jan 2022
ઉત્તર ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 700 કરતાં વધુ લોકો કોરોના સંક્રમિત

મહેસાણા,પાલનપુર,પાટણ,તા.22

ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામા જિલ્લામાં કોરોનાના નવા કેસોની બેવડી સદી નોંધાઇ રહી છે. કોરોનાના કેસો વધતાં તેને અટકાવવા આરોગ્ય વિભાગ વેક્સિન તથા આરટીપીઆર, એન્ટીજન વગેરે ટેસ્ટ લઇ કાર્યવાહી કરી રહ્યુ છે. શનિવારે મહેસાણામાં ૨૩૮, પાટણ,૨૩૬ તથા બનાસકાંઠા જિલ્લામાં ૨૫૨ કેસ મળી કુલ ૭૨૬ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોના પોઝિટિવ ૭૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં૨૨મી જાન્યુઆરી  સુધીમાં ૩૯૦૦૧૮ના શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાં ૩૮૫૧૯૬ નો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. શનિવારના રોજ   રોજ ૪૯૫૬ સેમ્પલનુ પરિણામ આવેલ છેે. જેમાં ૪૮૨૪નો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. સરકારી લેબમાં ૧૩૨નો રીપોર્ટ પોઝીટીવ તથા રેપીડ એન્ટીજન ૭૯૧ના ટેસ્ટમાં ૩૦ પોઝીટીવ  અને ખાનગી લેબમાં ૭૬  પોઝીટીવ મળી કુલ૨૩૮ કેસ નોંધાયા છે. વધતા જતા કેસોથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.  આ કેસો પૈકી શહેરી વિસ્તારમાં ૧૩૩ તથા ગ્રામ્યમાં ૧૦૫  કેસ સામે આવ્યા છે. કુલ ૨૩૮ કોરોના સંક્રમિત  દર્દીઓ  સામે  આવ્યા છે.  હજુ ૮૨૨૮નું પરિણામ બાકી છે. શનિવારે ૧૩૩ લોકો સાજા થતા તેમને રજા  અપાઇ છે. જિલ્લામાં એક્ટીવ કેસનો આંકડો ૧૬૩૭ નોંધાયો છે. 

પાટણ જિલ્લામાં પણ કોરોનાના કેસો છેલ્લા બે દિવસથી ૨૦૦થી વધુ નોંધાતા આરેગ્ય તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.  શનિવાર સુધીમાં ૯૦૭૬૩ તથા અન્ય ૮૨૧ મળી કુલ ૮૯૯૫૨ શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી કોરોના પોઝીટીવ   ૨૩૬ કેસ નોંધાયા છે. જેમાં ૧૨૫ પુરુષ  અને ૧૧૧ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.આજદિન સુધીમાં કોરોનાના ૧૦૯૨લોકો કોરોના પોઝીટીવ નોંધાયા છે. ૮૭૧ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર કરાવી રહ્યા છે. ૨૧૨૮ દર્દીઓનું પરિણામ હજુ બાકી છે. જ્યારે ૧૪૨૧ એક્ટિવ કેસ છે અને ૩૧૧ દર્દીઓ સાજા થતાં ડીસ્ચાર્જ કરવામાં  આવ્યા છે.આજદિન સુધી ગ્રામ્ય વિસ્તારમાં ૫૩૪ તથા શહેરી વિસ્તારમાં ૬૫૧ લોકો મળી કુલ ૧૧૮૫ દર્દીઓ સામે આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં કેટલાક દિવસોથી બેવડી સદી પાર નોંધાઇ રહ્યા છે. જેથી  જિલ્લામાં ફફડાટ ફેલાયેલો જોવા મળેછે. છે. ૨૨જાન્યુઆરીના  રોજ આરટીપીસીઆરના ૩૭૫૧તથા એન્ટીજનના ૧૩૪૧ મળી કુલ ૫૦૯૨ના શંકાસ્પદના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૨૫૨ કેસ કોરોના પોઝીટીવ સામે છે. જિલ્લામાં ૧૧૦૪ અક્ટિવ કેસ પૈકી ૫૭ દર્દીઓસાજા થતાં રજા અપાઇ હતી.

 પાટણના અમદાવાદની લેબમાં પોઝીટીવ આવ્યા

પાટણ જિલ્લામાં ૨૩૬ કેસ પૈકી સરસ્વતી -૦૧ પાટણ-૦૩  દર્દીઓનો ન્યુબર્ગ સુપરટેક રેફરન્સ હોસ્પિટલ તથા સિધ્ધપુરનો-૦૩ ગ્રીનક્રોસ જીનેટીક લેબ, અમદાવાદ ખાતે પોઝીટીવ નોંધાયા બાદ સારવાર શરૃ કરાઇ છે.

મહેસાણામાં શનિવારે 5988 લોકોને રસીકરણ કરાયું

મહેસાણા જિલ્લાના વિવિધ સેન્ટરો પર શનિવારે ૧૮થી ઉપરના માટે  ૩૬૭૯ને બીજો ડોઝ અપાયો છે. જ્યારે ૧૫ થી ૧૮ વર્ષનાને પ્રથમ ડોઝ ૬૬૩ તેમજ  પ્રિક્યુઅશમ ડોઝ -૧૬૪૬ મળી કુલ ૫૯૮૮ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી.