Get The App

પોતાની ગટરલાઈનના રીપેરીંગ માટે ગોતા વોર્ડમાં માં જલારામ રેસ્ટોરન્ટે ફૂટપાથ ખોદતા યુનિટ સીલ કરાયું

મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતને નુકસાન બદલ પચાસ હજારનો દંડ વસૂલાયો

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
પોતાની ગટરલાઈનના રીપેરીંગ માટે ગોતા વોર્ડમાં માં જલારામ રેસ્ટોરન્ટે  ફૂટપાથ  ખોદતા યુનિટ સીલ કરાયું 1 - image

        


અમદાવાદ,સોમવાર,20 એપ્રિલ,2026

અમદાવાદના ગોતા વોર્ડમાં જલારામ રેસ્ટોરન્ટે પોતાની ગટરલાઈનના રીપેરીંગ માટે  કોર્પોરેશને નવી બનાવેલી ફૂટપાથ ખોદતા ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલિડવેસ્ટ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને સીલ કરવામા આવી છે.કોર્પોરેશનની મિલકતને નુકસાન બદલ રુપિયા પચાસ હજારનો દંડ વસૂલ કરાયો હતો.

સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના રસ્તાઓ ઉપર ગંદકી કરનારા ,પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનારા એકમો સામે કાર્યવાહી કરવામા આવે છે.ગોતા વોર્ડમાં જલારામ પરોઠા પાસે  જલારામ રેસ્ટોરન્ટ દ્વારા પોતાની ગટરલાઈનનુ રીપેરીંગ કરવા માટે નવી બનાવાયેલી ફૂટપાથ  ખોદી નાંખવામા આવતા ઉત્તર-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ કાર્યવાહી કરવામા આવી હતી. આ ઉપરાંત ગોતા વોર્ડમાં ઈવારા ઈન્ફ્રાસ્ટ્રકચર ટાવર દ્વારા તેમના ડમ્પરો દ્વારા રોડ બગાડતા રુપિયા એક લાખ દંડ પેટે વસૂલ કરવામા આવ્યા હતા.