Gujarat

આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ગોતા-ઈસનપુર વિસ્તારમાં ૭૦૦થી વધુ આવાસ બનાવાશે

By GS TEAM
18 Oct 20251 min read
આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ગોતા-ઈસનપુર વિસ્તારમાં ૭૦૦થી વધુ આવાસ બનાવાશે

  અમદાવાદ,શનિવાર,18 ઓકટોબર,2025

આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ગોતા તેમજ ઈસનપુર વિસ્તારમાં ૭૩૩ આવાસ બનાવાશે.કોર્પોરેશનની હાઉસિંગ કમિટીએ રુપિયા ૧૩૦ કરોડના ખર્ચે લોઅર ઈન્કમ ગુ્પના લાભાર્થીઓ માટે આવાસ બનાવવા દરખાસ્ત મંજૂર કરી છે,હવે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવ્યા પછી કામગીરી શરુ કરાશે.

ગોતા-છારોડી વિસ્તારમાં રુપિયા ૭૫ કરોડના ખર્ચથી ૪૨૦ તથા  ઈસનપુર વિસ્તારમા રુપિયા ૫૫ કરોડથી વધુના ખર્ચ સાથે ૩૧૩ આવાસ બનાવાશે.હાઉસીંગ કમિટી ચેરમેને કહયુ, લોઅર ઈન્કમ ગુ્પ અંતર્ગત ફેઝ-ત્રણમાં ઈસનપુર ક્રોસરોડ પાસે આવેલા ૭૧૯૮ ચોરસમીટરના પ્લોટમાં ૬૧ ચોરસમીટર કારપેટ એરીયા ધરાવતા ૩૧૩ આવાસ બનાવાશે.જેમાં બેઝમેન્ટ,પાર્કિંગ સહીત કુલ તેર માળનુ બાંધકામ કરવામા આવશે.આવાસમાં લિવિંગરૃમ ઉપરાંત રસોડુ,સ્ટડીરુમ સહીતની અન્ય સુવિધા લાભાર્થીઓને ઉપલબ્ધ કરાવાશે.લિફટ,સોલારપેનલ તેમજ આર.સી.સી.રોડ, પેવરબ્લોક, મીની એસ.ટી.પી.,મીની કલબ હાઉસ પણ બનાવાશે.હોલોપ્લીન્થ પાર્કિંગમાં ૩૧૩ ફોર વ્હીલર તથા ૪૧૦ ટુ વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા કરાશે.ગોતા-છારોડીમાં  આવેલા ૯૬૨૪ ચોરસ મીટરના પ્લોટમાં બેઝમેન્ટ પાર્કિંગ સહીત દસ માળ સુધીનુ બાંધકામ કરાશે.હોલોપ્લીન્થ પાર્કિંગમાં ૫૦૮ ફોર વ્હીલર તથા ૬૦૩ ટુ વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા કરાશે.ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરીયા, કોમન પ્લોટ, કોમ્યુનિટી હોલ સહીત અન્ય સુવિધા હશે.