અસલાલીમાં ચાર દિવસમાં અકસ્માતમાં મોતના ચાર બનાવ

અમદાવાદ, ગુરુવાર
અસલાલી-કમોડ રોડ ઉપર હિટ એન્ડ રન તથા અક્સ્માતમાં મોતના ચિંતાજનક બનાવો વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં અકસ્માતના ચાર બનાવોમાં ચાર નિર્દોષ વ્યક્તિના મોત થયા છે. ગઇકાલે રાતે અસલાલી સર્કલ પાસે સર્વિસ રોડ ઉપર બાઇક અને એક્ટિવા સામે સામે અથડાતાં અકસ્માત થયો હતો જેમાં રોડ ઉપર પડેલા યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે બાઇક ઉપર પાછળ બેઠેલા મિત્ર પગે ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોેંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અસલાલી સર્કલ પાસે સર્વિસ રોડ ઉપર બાઇક અને એક્ટિવા અથડાયા રોડ ઉપર પડેલા યુવકનું અજાણ્યા વાહનની ટક્કરથી સ્થળ પર મૃત્યું
નારોલમાં રહેતા યુવકે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પુત્ર પિરાણામાં કપડાની કંપનીમાં નોકરી કરતો હતો. ગઇકાલે રાતે સમયે મિત્ર સાથે બાઇક ઉપર ઘરે આવતો હતો જેમાં ફરિયાદીનો પુત્ર બાઇક ચલાવતો હતો અને મિત્ર પાછળ બેઠો હતો. બન્ને કમોડથી અસલાલી સર્કલ સવસ રોડ પરથી પસાર થતા હતા આ સમયે એક પૂર ઝડપે આવી રહેલા એક્ટિવા ચાલકે બાઇકને ટક્કર મારતા બન્ને રોડ ઉપર પટકાતા ઇજાઓ થઇ હતી. જોગાનું જોગ પાછળથી પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ફરિયાદીના પુત્રને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતા સ્થળ પર મોત થયું હતું. જ્યારે મિત્રને પગે ઇજાઓ થઇ હતી.
-----
વટવા ફ્લાય ઓવર બ્રિજ પાસે હિટ એન્ડ રન
વટવામાં સાઇકલ ચાલક યુવકને મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો
અમદાવાદ, ગુરુવાર
વટવામાં રહેતા ૩૩ વર્ષનો યુવક ગઇકાલે રાતે ૧૧ વાગે જીઆઇડીસીમાં કંપનીમાં સાઇકલ લઇને નોકરી કરતો હતો. પરત આવતી વખતે વટવા રેલ્વે બ્રિજ પાસેથી પસાર થતા હતા આ સમયે પૂરઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે યુવકની સાયકલને ટક્કર મારતા તે રોડ ઉપર પટકાતા માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી.સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.








