Gujarat

સૌરાષ્ટ્રમાં માત્ર ફ્લાઈંગ સ્કવોડે 4.40 કરોડની ખનિજ ચોરી ઝડપી

By GS TEAM
12 Nov 20252 mins read
સૌરાષ્ટ્રમાં માત્ર ફ્લાઈંગ સ્કવોડે 4.40 કરોડની ખનિજ ચોરી ઝડપી

- 6 મહિનામાં ખનન, વહન, સંગ્રહના 195 કેસ

- ખનિજ માફિયા માટે રાજકોટ, મોરબી, જામનગર જિલ્લો સ્વર્ગ સમાનઃ રેતી, મોરમ, માટી બાદ હવે ચાઈના અને ફાયર કલેમાં હાથ અજમાવ્યો

રાજકોટ : સૌરાષ્ટ્રમાં ખનિજચોરીનું દૂષણ વધતું જ જાય છે. રાજકોટ ખાણ ખનિજ વિભાગની ફલાઈંગ સ્કવોડે જ છેલ્લા છ મહિનામાં આૃધધ રૃા.૪.૪૦ કરોડની ખનિજચોરી પકડી પાડી છે. જેમાં ખનિજ માફિયા માટે રાજકોટ, મોરબી, જામનગર જિલ્લો સ્વર્ગ સમાન હોવાનું માલુમ પડયું છે. કારણ કે, ત્રણેય જિલ્લામાં જ ૮૦ ટકાથી વધુ ખનિજચોરી ઝડપાઈ છે. 

રાજકોટ ઝોન ખાણ ખનિજ વિભાગની ફલાઈંગ સ્કવોડની અલગ-અલગ ટીમો આખા સૌરાષ્ટ્રમાં ગેરકાયદે ખનિજ ખનન, વહન અને સંગ્રહ પર નજર રાખે છે. એપ્રિલ-ર૦રપથી ઓકટોબર-ર૦રપ દરમિયાન ફલાઈંગ સ્કવોડે રાજકોટ, અમરેલી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં રૃટીન પેટ્રોલિંગ અને બાતમીના આધારે તપાસ હાથ ધરીને ગેરકાયદે ખનિજ પરિવહનના આૃધધ ૧૬૯ કેસમાં રૃા.૩.૦૬ કરોડની ખનિજચોરી પકડી પાડી હતી. આ સાથે ખનિજ ખોદકામના રપ કેસમાં ૧.૩૦ કરોડ અને સંગ્રહના એક કેસમાં ૩.૪૯ લાખની ખનિજચોરીનો પર્દાફાશ કર્યો હતો. 

ફલાઈંગ સ્કવોડ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સૌથી વધુ મોરબી જિલ્લામાં ૪૭ ડમ્પર અને ૧ર હિટાચી મશીન સાથે રૃા.ર કરોડની વધુની ખનિજચોરી પકડાઈ છે. બીજા નંબરે રાજકોટ જિલ્લામાં ૪૯ ડમ્પર અને ૪ હિટાચી મશીન સાથે રૃા.૯૭ લાખ તો ત્રીજા ક્રમે જામનગર જિલ્લામાં ર૬ ડમ્પર અને ૧ મશીન સાથે રૃા.પપ.૩ક્ષ લાખની ખનિજ ચોરી ઝડપી લેવામાં સફળતા મળી છે. વળી, ખનિજચોરીમાં અત્યાર સુધી મહત્તમ રેતી, મોરમ, માટી,  બિલ્ડીંગ લાઈમસ્ટોન ઝડપાતા હતા, પરંતુ હવે ખાસ કરીને સિરામિક ઉદ્યોગમાં વપરાતા ચાઈના કલે, ફાયર કલે, બોળ કલે સિલિકા સેન્ડ (ઔદ્યૌગિક રેતી)ના પણ ગેરકાયદે પરિવહન અને સંગ્રહના કેસ વધવા લાગ્યા છે. જોકે, આ આંકડા માત્ર ફલાઈંગ સ્કવોડની કાર્યવાહીના છે, દરેક જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા પકડાયેલી ખનિજચોરીનો આંક બહુ મોટો હોય છે.