Gujarat

વડોદરામાં ઉત્તર ઝોનમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો પાંચ વર્ષનો કોન્ટ્રાકટ અપાશે

By GS Team
2 Dec 20212 mins read
This article was originally published on 2 Dec 2021
વડોદરામાં ઉત્તર ઝોનમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો પાંચ વર્ષનો કોન્ટ્રાકટ અપાશે

- હાલના કોન્ટ્રાક્ટની પાંચ વર્ષની મુદત પૂરી થતાં નવેસરથી કામગીરી અપાશે

 વડોદરા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ની કામગીરીનો કોન્ટ્રાક્ટ પાંચ વર્ષ માટે આપવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે .વડોદરા કોર્પોરેશનમાં 2006થી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ની કામગીરી અમલમાં છે. કોર્પોરેશનના ઉત્તર ઝોનમાં આ કામગીરી ની સમય મર્યાદા સપ્ટેમ્બર 2021 માં પૂરી થઈ ગઈ છે.  સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2016 અંતર્ગત કોર્પોરેશનના ઉત્તર ઝોનમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરીને નક્કી કરેલી જગ્યાએ અથવા તો નિકાલ કરવાની જગ્યા  સુધી  બંધ બોડી ના વાહનો દ્વારા પહોંચાડવા પાંચ વર્ષની કામગીરી નો કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા .જેમાં બે ટેન્ડર ક્વોલિફાઇ થયા હતા. એક ઇજારદારે ટેન્ડર ના અંદાજ કરતા 5.73 ટકા  વધુ અને બીજા ઇજારદારે એસ્ટીમેટ કરતા 33.52 ટકા વધુ ભાવ ભર્યા હતા. જેમાં 5.73 ટકા ભાવ ભરનાર કોન્ટ્રાક્ટરનું  ટેન્ડર મંજુર કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. આ કોન્ટ્રાક્ટર પ્રતિ મેટ્રિક ટન ૧૧૦૭ ના ભાવે કચરો લઈ જશે .કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગ તરફથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ અંગે થયેલી વ્યવસ્થાના સંદર્ભમાં તમામ મહાનગરપાલિકાઓ એ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ નું પાલન ફરજિયાત કરવાનું રહે છે અને તેના અમલના ભાગરૂપે ઘરે ઘરે થી કચરા નું કલેક્શન કરી બંધ બોડી ના વાહનો દ્વારા વહન કરી નક્કી કરેલી નિકાલ ની જગ્યા સુધી લઈ જવાનો રહે છે.