Get The App

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારી પકડાયા: રૂપિયા 6.27 લાખની માલમતા કબજે

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારી પકડાયા: રૂપિયા 6.27 લાખની માલમતા કબજે 1 - image

Jamnagar Gambling Raid : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે જામનગરના ગોકુલ નગર નજીક ખોડીયાર નગરમાં જુગાર અંગે દરોડો પાડી પાંચ જુગારીઓની અટકાયત કરી છે, અને તેઓ પાસેથી રૂપિયા 6.27 લાખની માલમતા કબજે કરી છે.

 જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે ખોડીયાર નગર વિસ્તારમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા રમેશ રવજીભાઈ પરમાર, ભરત પાલાભાઈ અસવાર, સુખાભાઈ પરસોત્તમભાઈ ડાભી, પાંચાભાઇ ભગવાનજીભાઈ જોરીયા, અને નિલેશ નારણભાઈ કરમુરની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 52,500 ની રોકડ રકમ, પાંચ નંગ મોટરસાયકલ, અને પાંચ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,27,500ની માલમતા કબજે કરી લીધી છે, અને તમામ સામે સીટી સી.ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા ભંગ બદલ ગુનો દાખલ કરાવ્યો છે.