Gujarat

માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા

By GS TEAM
23 Jun 20261 min read
માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા

વડોદરા,માંજલપુર અને આજવારોડ વિસ્તારમાં જુગાર રમતા કુલ ૧૧ જુગારીઓને પોલીસે ઝડપી પાડી પાંચ  હજાર ઉપરાંતની રકમ કબજે કરી છે.

માંજલપુર અલવાનાકા શાક માર્કેટ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં જુગાર રમતા (૧) ચિરાગ ચીમનભાઇ સોલંકી (૨) અજય ખદલાભાઇ રાઠવા (૩) મુકેશ કાંતિભાઇ પરમાર (૪) દિપક વામનભાઇ સહાને તથા (૫) પ્રશાંત લાલસિંગભાઇ સોલંકી ને માંજલપુર  પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા ૩,૧૨૦ રૃપિયા કબજે કર્યા છે. જ્યારે અન્ય એક બનાવમાં આજવારોડ એકતાનગરમંા જુગાર રમતા (૧) તાહીર ગફરભાઇ ચૌહાણ (૨) અંકિત સંપતભાઇ નાયક (૩) દિલીપ પ્રકાશભાઇ રાજપૂત (૪) સતનામસિંગ નેપાલસિંગ સિકલીગર (૫) સુનિલ ઇશ્વરભાઇ સેંધાણે તથા (૬) અલી ઇમરાનભાઇ દૂધવાલાને બાપોદ પોલીસે ઝડપી પાડી ૨,૮૦૦ રૃપિયાની મતા જપ્ત કરી છે.