Gujarat
જેતલપુર બ્રિજ પાસે કાર વોશિંગ સેન્ટરમાં દારૃની મહેફિલ,પાંચ પકડાયા
By GS TEAM
6 Apr 20261 min read

વડોદરાઃ જેતલપુર બ્રિજ પાસે કાર વોશિંગના સ્થળે દારૃની મહેફિલ ચાલતી હોવાની માહિતી મળતાં અકોટા પોલીસે દરોડો પાડી સંચાલક સહિત પાંચ જણાને ઝડપી પાડયા હતા.
ઇન્ડિયા બુલ્સની સામે વ્હાઇટ હાઉસના કમ્પાઉન્ડમાં આવેલા કાર ફ્રેડ વોશિંગ સેન્ટરમાં દારૃની મહેફિલની માહિતી મળતાં પીઆઇ ડીવી બલદાનિયાએ ટીમ મોકલી હતી.પોલીસ પહોંચી ત્યારે ઉપરોક્ત સ્થળેથી દારૃના નશામાં બકવાસ કરતા પાંચ જણા મળી આવ્યા હતા.
પકડાયેલાઓમાં વોશિંગ સેન્ટરના સંચાલક દિપક કેશવભાઇ પટેલ(વ્હાઇટ હાઉસ કમ્પાઉન્ડમાં),પ્રણય કંચનભાઇ પટેલ (કસ્તુરબા સોસાયટી,સમા),મિલન રમેશ ભાઇ વાઢેર(વિનાયક ફ્લેટ્, રેવાપાર્ક), રાહુલ બાબુભાઇ ગામીત(ટાંકલી ફળિયા, બોમ્બે માર્કેટ પાસે,સુરત) અને વિજય ખંડેરાવ કદમ(સિધ્ધિવિનાયક ફ્લેટ્સ,દાંડિયા બજાર)નો સમાવેશ થાય છે.








