Get The App

આજથી ફર્સ્ટ ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની શરૂઆત

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
આજથી ફર્સ્ટ ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની શરૂઆત 1 - image

Vadodara Table Tennis Association : ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (TTAB) દ્વારા 29 થી 31 મે 2026 દરમિયાન “ફર્સ્ટ ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ ટીટીએબી-એમએસયુ ટીટી સેન્ટર, યુનિયન પેવેલિયન, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, ફતેહગંજ ખાતે યોજાશે. જિલ્લા સ્તરના પેડલર્સને રાજ્ય રેન્કિંગ ટુર્નામેન્ટ માટે તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખીને આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણ દિવસીય આ ટુર્નામેન્ટમાં કુલ 19 ઇવેન્ટ્સ રમાશે. જેમાં છોકરાઓ અને છોકરીઓ માટે 13 અલગ અલગ સિંગલ્સ ઇવેન્ટ્સ, પુરુષો અને મહિલાઓ માટે સિંગલ્સ, ત્રણ વેટરન્સ સિંગલ્સ ઇવેન્ટ્સ, એક મેન્સ ડબલ્સ તથા એક મિક્સ ડબલ્સ ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વર્ષે ટુર્નામેન્ટમાં ખાસ આકર્ષણ તરીકે “હોપ્સ અંડર-9” બોયઝ અને ગર્લ્સ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ વર્ષની ટુર્નામેન્ટને ખેલાડીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને રેકોર્ડબ્રેક 311 એન્ટ્રીઓ નોંધાઈ છે. 

ટુર્નામેન્ટનો પ્રારંભ 29 મેના રોજ હોપ્સ અંડર-11 બોયઝ કેટેગરીની મેચોથી થશે. જ્યારે અંતિમ દિવસે યુથ બોયઝ અંડર-19, વિમેન્સ સિંગલ્સ અને મેન્સ સિંગલ્સ સહિત વિવિધ કેટેગરીના ફાઇનલ મુકાબલા રમાશે.