Gujarat

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના પાકની સિઝનની પ્રથમ આવક થઈ : મણના રૂ.1605 સુધી મળ્યા

By GS TEAM
29 Oct 20252 mins read
TukuTouch Logo
ગઈકાલે યાર્ડ દ્વારા 50 વાહનોને ટોકનો અપાયા બાદ 115 ખેડુતોની મગફળી યાર્ડમાં ઠલવાતાં હરરાજીનો પ્રારંભ થયો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના પાકની સિઝનની પ્રથમ આવક થઈ : મણના રૂ.1605 સુધી મળ્યા

Jamnagar Marketing Yard : જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં નવા વર્ષના મગફળીના તૈયાર પાકની પ્રથમ વખત આવક થયા બાદ પ્રથમ દિવસે ખેડુતોને મગફળીનો મણનો ભાવ રૂ.800થી 1905 સુધીનો મળ્યો હતો. આગામી દિવસોમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા મગફળીના મણના ટેકાના રૂ.1,452ના ભાવે ખરીદી થાય તો સરકારને મગફળી વેંચવા ખેડુતોમાં વ્યાપક આતુરતા છે.

 હાપા માર્કેટિંગ યાર્ડની બહાર ત્રણ-ચાર દિવસથી આવીને વાહનો લાઈનમાં પાર્ક કરીને ઉભેલા જામનગર તેમજ દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ખેડૂતોના 50 વાહનોને ગઈકાલે હાપા માર્કેટીંગ યાર્ડમાં પ્રવેશવાના ટોકનો આપાયા બાદ યાર્ડમાં જીણી અને જાડી બે ક્વોલિટીની મગફળીની 6855 ગુણીઓ એટલે કે, 11,996 મણ મગફળીની આવક થઈ હતી. કુલ 115 ખેડુતો મગફળી વેંચવા આવ્યા હતા. 

મગફળીની હરરાજીના પ્રથમ દિવસે જીણી મગફળીના મણના ભાવ રૂ.1000થી 1100 અને જાડી મગફળીના મણના ભાવ રૂ.800થી 1000ના તેમજ 69 નંબરની મગફળીના મણના ભાવો રૂ.900થી 1905ના રહ્યા હતા.

 મગફળી ઉપરાંત પા

યાર્ડમાં ઘઉં, અડદ, ચણા, લસણ, કપાસ, જીરુ, અજમો, અજમાની ભુસી. સુકી ડુંગળી, સોયાબીન સહિતની જણસોની કુલ 10,436 ગુણીઓ એટલે કે, 21,477 મણ જણસોની આવક થઈ હતી. જે સામે 10,094 મણજણસીના સોદા થયા હતા. ગઈકાલે તા. 28ના રોજ કુલ 307 ખેડુતો યાર્ડમાં માલ વેંચવા આવ્યા હતા.

 ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે જામનગર જિલ્લામાં 49 હજાર ખેડુતો ટેકાના ભાવે મગફળી વેંચવા માટે નોંધાયા હતા. પરંતુ આ વર્ષે મગફળીનું 2 લાખ 64.922 હેક્ટરમાં વાવેતર થયેલું હોવાથી ટેકાના ભાવે મગફળી વેચવા માંગતા ખેડુતોની સંખ્યા 2 લાખ 1 હજારની થઈ છે. તેથી સંખ્યાબંધ ખેડુતો સરકારી ખરીદી શરૂ થાય તેની રાહમાં છે.