Gujarat

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર

By GS TEAM
3 Apr 20261 min read
વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર

વડોદરાઃ વડોદરા જિલ્લામાં નવી બનેલી વાઘોડિયા નગર પાલિકાની પહેલીવાર ચૂંટણી યોજાનાર હોવાથી તેમાં ભારે રસાકસી જોવા મળશે.

રાજ્યમાં આગામી તા.૨૬મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સાથે વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠક, આઠ તાલુકા પંચાયતોની ૧૭૦ બેઠક ઉપરાંત વાઘોડિયા,ડભોઇ,પાદરા અને સાવલી મળી ચાર નગર પાલિકાની પણ ચૂંટણીઓ યોજાશે.

આ પૈકી વાઘોડિયા પાલિકા પહેલીવાર બની છે અને ૬ વોર્ડમાં ૨૪ બેઠકો માટે ભાજપના ૬૪ દાવેદારોએ ટિકિટ માગી છે.

જિલ્લામાં ટિકિટો માટે ધારાસભ્યોનું લોબિંગ

વડોદરા જિલ્લામાં પંચાયતો અને પાલિકાની ચૂંટણીઓમાં ટિકિટો મેળવવા માટે  ઉમેદવારો રાજકીય શરણું શોધી રહ્યા છે.ટિકિટો માટે ધારાસભ્યોનો હાથ ઉપર રહે તેમ જણાતાં કેટલાક દાવેદારો તેમનું લોબિંગ કરાવવા  દોડધામ કરી રહ્યા હોવાની વિગતો ચર્ચામાં રહી છે.