Gujarat

મ્યુનિ.ના ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસરને ફાયર સર્વિસ મેડલ ઓફ ગેલેન્ટ્રી એવોર્ડ

By GS Team
25 Jan 20221 min read
This article was originally published on 25 Jan 2022
મ્યુનિ.ના ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસરને ફાયર સર્વિસ મેડલ ઓફ ગેલેન્ટ્રી એવોર્ડ

મ્યુનિ.ના ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસરને ફાયર સર્વિસ મેડલ ઓફ ગેલેન્ટ્રી એવોર્ડ

                સુરત,

સુરત મ્યુનિ.ના ફાયર અને ઈમરજન્સી  સર્વિસીસના ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસર  બસંતકુમાર પરીકની ફાયર સર્વિસ મેડલ ઓફ ગેલેન્ટ્રી એવોર્ડ માટે પસંદગી કરવામા આવી છે પ્રજાસત્તાક દિવસે તેમને મેડલ એનાયત થશે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આગ અકસ્માતના ક્ષેત્રમાં ઉમદા, શ્રેષ્ઠ અને સરાહનીય અદમ્ય સાહસિક કામગીરી બદલ એવોર્ડ અપાય છે. આ વર્ષે ત્રણની પસંદગી થઇ છે જેમાં ગુજરાતમાંથી એકમાત્ર સુરતમાંથી ફાયર ઓફિસરની પસંદગી થઇ છે. 29 જાન્યુઆરી, 2011ના રોજ એ.કે.રોડની લબ્ધી ડાઇંગમાં આગમાં ફસાયેલા 35 કામદારોની રેસ્ક્યુની કામગીરી બદલ તેમની પસંદગી કરાઇ છે. આ ઘટનામાં તેઓ 11 ટકા દાઝી ગયા હતા.