Gujarat

અલકાપુરીના પેટ્રોલપંપ પાસે કારમાં આગ લાગતાં ગભરાટ, ગાજરવાડીમાં ચશ્માના કારખાનામાં આગ

By GS TEAM
16 Feb 20261 min read
અલકાપુરીના પેટ્રોલપંપ પાસે કારમાં આગ લાગતાં ગભરાટ, ગાજરવાડીમાં ચશ્માના કારખાનામાં આગ

વડોદરાઃ ગાજરાવાડી વિસ્તારમાં આજે બપોરે ચશ્માના કારખાનામાં આગ લાગતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું હતું કે, ગાજરાવાડીના પટેલ એસ્ટેટ ખાતે ચશ્માની ફ્રેમ બનાવતી નાઝ ઓપ્ટિકલ્સમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી.સામે જ ફાયર સ્ટેશન હોવાથી થોડી વારમાં આગ કાબૂમાં લઇ લીધી હતી.

અન્ય એક બનાવ અલકાપુરીના ભારત પેટ્રોલપંપ પાસે બન્યો હતો.જેમાં બપોરે એક કારમાં શોર્ટ સર્કિટ થતાં આગના ભડકા જોઇ લોકો ગભરાયા હતા.ફાયર બ્રિગેડ આવી જતાં આગ કાબૂમાં લઇ લીધી હતી.જેથી મોટી દુર્ઘટના ટળી હતી.