Gujarat
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર ટોલ નાકા પાસે કેમિકલ ભરેલી ટ્રકમાં આગ
By GS TEAM
11 Dec 20251 min read

| symbolic |
પ્રાપ્ત વિગતો મુજબ,અંકલેશ્વરથી કેમિકલ ભરીને વિરમગામ જવા નીકળેલી ટ્રક વડોદરાના ટોલ નાકા પાસે પહોંચી ત્યારે એકાએક ધુમાડા નીકળતાં ડ્રાઇવરે ટ્રક ટોલ નાકા પાસે બાજુમાં પાર્ક કરી હતી.
ટીપી-૧૩ અને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ફાયર બ્રિગેડની બે ટીમો બનાવના સ્થળે આવી ત્યાં સુધીમાં કેમિકલમાં આગ લપેટાઇ ચૂકી હતી.ફાયર બ્રિગેડે થોડી જ વારમાં આગ કાબૂમાં લઇ વધુ નુકસાન અટકાવ્યું હતું.









