Gujarat

ભુજના જીઆઈડીસીના મેદાનમાં પડેલા લાકડા અને મગફળીના ફોતરામાં આગ લાગી

By GS Team
3 Mar 20222 mins read
This article was originally published on 3 Mar 2022
ભુજના જીઆઈડીસીના મેદાનમાં પડેલા લાકડા અને મગફળીના ફોતરામાં આગ લાગી

ભુજ, બુાધવાર 

ભુજના જીઆઈડીસીના મેદાનમાં પડેલા લાકડાના ભુંસા અને મગફળીના ફોતરામાં મંગળવારે રાત્રે ૯.૩૦ કલાકે અચાનક લાગેલી આગે સૌને ભયભીત કરી દિાધા હતા. આગ એટલી ભયાવહ હતી કે, આગ બુઝાવવાની કામગીરી ૧૮ કલાક ચાલી હતી.જેમાં હજારો ટન પાણીનો વપરાશ કરવો પડયો હતો. 

આ અંગે મળતી માહિતી મુજબ ગત રાત્રે જીઆઈડીસીના મેદાનમાં સેંકડો ટન પડેલા લાકડાના ભુંસા અને મગફળીના ફોતરામાં અચાનક આગ ભભુકી ઉઠતા ભુજપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. તત્કાલ પહોંચલી ટીમે અગ્નિશમનની કામગીરી ચાલુ કરી દિાધી હતી. પરંતુ આગ બુઝાવવાનું નામ નહોતી લેતી, આખી રાત્રી થી બીજા દિવસના ૪ વાગ્યા સુાધી હજારો લીટર પાણીનો મારો કર્યા બાદ આગને કાબુમાં લઈ શકાઈ હતી.  સતત ૧૮  કલાકની મહેનત બાદ ૮૦ ટ્રક ભરાય એટલા ખડકાયેલા લાકડા અને મગફળીના ફોતરાની આગ કાબુમાં આવી હતી. આ ઘટનામાં તમામ જથૃથો બળીને ખાખ થઈ ગયો હતો. આગને બુઝાવવા સતત ૪ ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવ્યો હતો. માહિતી મુજબ અત્યારસુાધીમાં પાણીની ૧૨ હજાર લીટરની ક્ષમતા ધરાવતા ૧૨ ગાડી તાથા ૨૨૦૦ લીટરની ક્ષમતાવાળા પાણીના ૧૫ લાયબંબાનો ઉપયોગ કરાતા હજારો લીટર પાણીનો વપરાશ  થયો હતો.

 આ અંગે ફાયર ફાઈટરના સચીન પરમારના જણાવ્યા મુજબ પાણીના સતત મારા છતાં પણ આગ બુઝતી ન હોવાથી અંતે બે જેસીબી તાથા ટ્રેકટરની મદદાથી  ઢગલાને વિખેરીને અગ્નિ શમનની કાર્યવાહી કરાઈ હતી. લાકડા અને મગફળીનો ફોતરાનો વેસ્ટ જથૃથો કંપનીએ બ્લોક બનાવવા મંગાવ્યો હતો. ૮૦ ટ્રક જેટલો જથૃથો મેદાનમાં રખાયો હતો જેમાંથી ભઠ્ઠીમાં બળતણ તરીકે વપરાતા બ્લોક બનાવવામાં આવનાર  હતા. પરંતુ સંપુર્ણ જથૃથો સળગી ગયો હતો.