વડોદરામાં સયાજીગંજના સિલ્વર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા નાસભાગ મચી, કોમ્પ્લેક્સ ખાલી કરાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આજે સવારે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
સયાજીગંજ વિસ્તારમાં આવેલા સિલ્વર લાઈન કોમ્પ્લેક્સના ઇલેક્ટ્રીક મીટરોમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ચારે બાજુ ધુમાડા છવાયા હતા. કોમ્પ્લેક્સના વેપારીઓએ ફાયરના સાધનો વડે આગ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ વાઘના ધુમાડા ઓફિસોની અંદર છવાતા લોકો બહાર દોડી ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ટીમ દોડી આવી હતી. જે દરમિયાન ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
ફાયર બ્રિગેડના જવાનોએ બીએ સેટ પહેરીને આગ કાબુમાં લેવાની કામગીરી કરી હતી. સારાનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડ દ્વારા આખું કોમ્પ્લેક્સ ખાલી કરવામાં આવ્યું હતું.








