Get The App

ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં દુકાનમાં આગ ભભૂકી ઊઠી

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં દુકાનમાં આગ ભભૂકી ઊઠી 1 - image

ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબુમા લીધી

કાર સહિત દુકાનમાં રાખવામાં આવેલ માલસામાન બળીને ખાક થઈ ગયો હતો

ગઢડા: ગઢડા શહેરમાં આવેલા સામાકાંઠા વિસ્તારમાં ગોડાઉન નજીકની એક દુકાનમાં અકસ્માતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના બનાવને લઈ દોડધામ મચી જવા પામી હતી.

ગઢડા શહેરમાં આવેલા સામાકાંઠા વિસ્તારમાં ગોડાઉન નજીકની એક દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે સ્થાનિક રહેવાસીઓ તથા પોલીસ કાફલો અને પીજીવીસીએલ સ્ટાફ સહિતના દોડી આવ્યા હતા. તેમજ ગઢડા અને બોટાદ નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા આગ કાબુમાં લેવાઈ હતી. આગમાં આટગા કાર સહિત દુકાનમાં રહેલી સામગ્રી બળીને ખાક થઈ ગયા હતા. જ્યારે મોટી જાનહાનિ થતા અટકી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળેલ નથી. આગના પગલે દુકાન ભાડુઆત અને વાળનો વ્યવસાય ધરાવતા રઘુવીરસિંહ મનોજકુમાર નાયકે (રહે. રામનગર, ઉત્તરપ્રદેશ) પોલીસમાં જાણવા જોગમાં જણાવ્યા મુજબ અંદાજે રૂપિયા બે લાખ જેટલી કિંમતની વસ્તુ બળીને ખાક થઈ જવા પામી હતી.