Get The App

વડોદરાના છાણીમાં GSFC સામે મોટરસાયકલના ગોડાઉનમાં આગ, અનેક બાઈક ખાક

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના છાણીમાં GSFC સામે મોટરસાયકલના ગોડાઉનમાં આગ, અનેક બાઈક ખાક 1 - image

Vadodara Fire : વડોદરાના છાણી વિસ્તારમાં આજે સવારે વાહનોના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં વડોદરા ફાયર બ્રિગેડને આગ કાબુમાં લેતા બે કલાકથી વધુ સમય લાગ્યો હતો.

છાણી વિસ્તારમાં જીએસએફસી સામે બ્રિજ નજીક આવેલા સેન્ચ્યુરી બાઈક ના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. બનાવને સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા અને સંખ્યાબંધ મોટર સાયકલ આગમાં લપેટાયેલી હતી. 

છાણી ટીપી 13 ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ કાબુમાં લેવા માટે બે કલાક જેટલો સમય લાગ્યો હતો. આ દરમિયાન પોલીસ તેમજ વીજ કંપનીની ટીમો પણ આવી ગઈ હતી. લોકો ભેગા થઈ જતા વાહનચાલકો અટવાયા હતા. આ બનાવમાં 86 જેટલા બાઈક આગની લપેટમાં આવી ગયા હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું હતું.