Gujarat

ગોરવાની હોસ્પિટલમાં એ.સી.માં શોર્ટ સર્કિટથી આગ

By GS TEAM
18 Apr 20261 min read
ગોરવાની  હોસ્પિટલમાં  એ.સી.માં શોર્ટ સર્કિટથી આગ

વડોદરા,ગોરવા આઇ.ટી.આઇ.  પાસે આવેલી હોસ્પિટલના એ.સી.માં આજે બપોરે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ફાયરબ્રિગેડે સ્થળ પર પહોંચીને આગ બુઝાવી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોરવા આઇ.ટી.આઇ. પાસે આવેલી આનંદ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આજે બપોરે એક વાગ્યાના અરસામાં રૃમમાં દાખલ દર્દીના સગાએ એ.સી.ની સ્વીચ ઓન કરતા જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. તે રૃમમાં દાખલ દર્દીને તરત જ બહાર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રૃમનો દરવાજો બંધ કરી દેવાયો હતો. આગ એટલી ઝડપથી  ફેલાઇ હતી કે, ધુમાડા રૃમની બહાર નીકળી આખી  હોસ્પિટલમાં ફેલાવવા લાગ્યા હતા. જેના કારણે  હોસ્પિટલમાં દાખલ તમામ છ દર્દીઓને બહાર સલામતરીતે શિફ્ટ કરી દેવાયા હતા. હોસ્પિટલના સ્ટાફે ફાયર એક્સ્ટિંગ્યૂશરનો ઉપયોગ કરી આગ બુઝાવી દીધી હતી. 

આગની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા છાણી ટી.પી. ૧૩ નો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમણે પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણ રીતે કાબૂમાં લીધી હતી. આગમાં રૃમનો પલંગ, ગાદલુ અને એ.સી.સળગી ગયા   હતા.ગોરવા પોલીસે પણ આ ઘટના અંગે કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે  પણ  પોલીસે તપાસ હાથ ધરી છે.