Baroda

વડોદરામાં ભાઈલી અને સાવલીમાં આગના બે બનાવ

By GS Team
29 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે આગના 2 જુદા-જુદા બનાવ બન્યા હતા. વાસણા-ભાયલી રોડ પરના અર્થ આલ્ફા બિલ્ડીંગ નજીક શોર્ટ સર્કિટથી આગ લાગતા ગભરાટ ફેલાયો હતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો. સાવલીના લામડાપુરા ખાતે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક સ્ક્રેપમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા છવાયા હતા, જ્યાં ફાયર બ્રિગેડે કાર્યવાહી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ભાઈલી અને સાવલીમાં આગના બે બનાવ

Vadodara Fire : વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના જુદા-જુદા બે બનાવ બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
વડોદરાનો વાસણા ભાયલી રોડ પર આવેલા અર્થ આલ્ફા બિલ્ડીંગ નજીક શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનો બનાવ બનતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે વડોદરા ફાયર બ્રિગેડ આવી જતા તરત જ આગ કાબુમાં લઈ લીધી હતી.
વડોદરા નજીક સાવલીના લામડાપુરા ખાતે પણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક પડેલા સ્ક્રેપમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા છવાયા હતા. જેથી બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.