Gujarat

વડોદરા: સ્પામાં પરપ્રાંતિય યુવતીઓને રાખતા માલિક અને મેનેજર સામે ગુનો દાખલ

By GS TEAM
22 Feb 20261 min read
TukuTouch Logo
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ખોડીયાર નગર ચાર રસ્તા પાસે અર્થ આઇકોન ના બીજા માળે જેપ પ્રીમિયમ સ્પા ચાલે છે. સ્પાનો માલિક પરપ્રાંતીય યુવતીઓને રાખી છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા આમાં જીગ્નેશ વીસાભાઇ લીમ્બાચીયા હાલ રહે સ્પામાં મૂળ રહે શિવ શક્તિ એપાર્ટમેન્ટ ચાંદલોડિયા અમદાવાદ મળી આવ્યો હતો. તેણે સ્પાના માલિક વિજયભાઈ હોવાનો જણાવ્યું હતું. સ્પા માંથી મિઝોરમ અને મધ્યપ્રદેશની બે યુવતીઓ મળી આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: સ્પામાં પરપ્રાંતિય યુવતીઓને રાખતા માલિક અને મેનેજર સામે ગુનો દાખલ

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ખોડીયાર નગર ચાર રસ્તા પાસે અર્થ આઇકોન ના બીજા માળે જેપ પ્રીમિયમ સ્પા ચાલે છે. સ્પાનો માલિક પરપ્રાંતીય યુવતીઓને રાખી છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા આમાં જીગ્નેશ વીસાભાઇ લીમ્બાચીયા હાલ રહે સ્પામાં મૂળ રહે શિવ શક્તિ એપાર્ટમેન્ટ ચાંદલોડિયા અમદાવાદ મળી આવ્યો હતો. તેણે સ્પાના માલિક વિજયભાઈ હોવાનો જણાવ્યું હતું. સ્પા માંથી મિઝોરમ અને મધ્યપ્રદેશની બે યુવતીઓ મળી આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 15 દિવસથી આમાં નોકરી કરીએ છીએ આ બંને પરપ્રાંતિયા યુવતીઓના પોલીસ વેરિફિકેશન માટે પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં સ્પા ના માલિકે વેરીફિકેશન કરાવ્યું ન હતું જેથી પોલીસે સ્પાના માલિક તથા મેનેજર સામે ગુનો દાખલ કર્યો છે.