Gujarat

જામનગરના મોટી ખાવડીથી સુરત રવાના કરાયેલા ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચાલકે રૂપિયા બે લાખનું ડીઝલ કાઢી લેતા પોલીસ ફરિયાદ

By GS TEAM
25 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી પેઢીમાં ટેન્કર ચાલક દ્વારા જામનગરથી સુરત મોકલવામાં આવેલા ડીઝલના જથ્થા પૈકી અંદરથી આશરે રૂપિયા બે લાખની કિંમતનો ડીઝલનો જથ્થો કાઢી લઈ બારોબાર વેચી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના મોટી ખાવડીથી સુરત રવાના કરાયેલા ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચાલકે રૂપિયા બે લાખનું ડીઝલ કાઢી લેતા પોલીસ ફરિયાદ

Jamnagar : જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી પેઢીમાં ટેન્કર ચાલક દ્વારા જામનગરથી સુરત મોકલવામાં આવેલા ડીઝલના જથ્થા પૈકી અંદરથી આશરે રૂપિયા બે લાખની કિંમતનો ડીઝલનો જથ્થો કાઢી લઈ બારોબાર વેચી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને મોટી ખાવડી વિસ્તારમાં આવેલી કોટક કોર્પોરેશનના કારકૂન તરીકે ફરજ બજવતા મોહસીનભાઈ રફીકભાઈ બલોચે મેઘપર પડાણા પોલીસ મથકમાં પોતાની પેઢીમાં ચાલતા જી.જે.10 ટી.વી.7377 નંબરના ટેન્કરના ચાલક દરેડના વતની દેવશીભાઈ માલદેભાઈ કરમટા સામે રૂપિયા બે લાખથી વધુની કિંમતનું ડીઝલ બારોબાર વેચી નાખવા અંગે અને વિશ્વાસઘાત કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી દેવશીભાઈ કરમટા ટેન્કરમાં આશરે 24 હજાર લીટર ડીઝલનો જથ્થો ભરીને જામનગરના મોટી ખાવડીથી નીકળ્યો હતો, અને સુરત પહોંચાડવાનો હતો. જે દરમિયાન તેણે રસ્તામાં કોઈ પણ સ્થળે ટેન્કરમાંથી બે લાખની કિંમતનું 2,309 લીટર ડીઝલ કાઢી લીધું હતું, અને બારોબાર વેચી નાખ્યું હતું. સુરતમાં ડીઝલનો જથ્થો પહોંચાડવા સમયે તેમાં ઘટ્ટ જણાઇ આવી હોવાથી આ મામલો સામે આવ્યો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.