Gujarat

VIDEO| છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો નોંધાયો

By GS TEAM
9 May 20261 min read
TukuTouch Logo
છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં પોલીસ અંગે ભ્રામક માહિતી ફેલાવ્યાનો ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો નોંધાયો

Chhota Udepur News: છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં પોલીસ અંગે ભ્રામક માહિતી ફેલાવ્યાનો ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR

બોડેલી પોલીસ દ્વારા AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા વિરુદ્ધ નોન-કોગ્નિઝેબલ ગુનો દાખલ કર્યો છે. જેમાં ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા વીડિયોને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો છે. 

આ પણ વાંચો: છોટાઉદેપુર: પાનવડમાં ક્ષતિગ્રસ્ત બ્રિજથી 50 ગામના લોકો પરેશાન, એક વર્ષથી ડાયવર્ઝન અપાયું પણ સમારકામ માટે તંત્રને ફુરસદ નથી

તમને જણાવી દઈએ કે, AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ એક વીડિયો જાહેર કરીને  AAPના ચૂંટાયેલા સભ્યોને પ્રલોભન અને ડરાવવાનો પોલીસ પર આક્ષેપ કર્યા હતા. વીડિયોમાં પોલીસ દલાલી કરતી હોવાના શબ્દોનો પ્રયોગ કર્યો હતો.