Get The App

ગેસના ટ્રાન્સપોર્ટેશન માટે બનાવતી ટેન્કમાં ગેરરીતિ : મકરપુરા અને કલકત્તાની બે કંપની સામે ફરિયાદ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
ગેસના ટ્રાન્સપોર્ટેશન માટે બનાવતી ટેન્કમાં ગેરરીતિ : મકરપુરા અને કલકત્તાની બે કંપની સામે ફરિયાદ 1 - image

Vadodara : વડોદરાના વડસર રોડ પર રોયલ વિલામાં રહેતા અશોકકુમાર પુરુષોત્તમ કુમાર જોઈન્ટ ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ કચેરી વડોદરા ખાતે નોકરી કરે છે. તેમનું કામ પેટ્રોલિયમ તથા એક્સક્લોઝિવ એક્ટમાં આવતા નિયમોનું પાલન અને દેખરેખ રાખવાનું છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તારીખ 24-5-2024 ના રોજ અમારા નાગપુર ખાતેના હેડ ક્વાર્ટરમાં એક વ્યક્તિએ ઇમેલથી જાણ કરી હતી કે મોબાઈલ પ્રેશર વેસલ્સ (ગેસ ટ્રાન્સપોર્ટ કરવાની ટેન્ક) ની બનાવટમાં ગેરરીતિ થઈ છે.

જેથી અમારી ઓફિસમાંથી પણ માન્ય થર્ડ પાર્ટી એજન્સી દ્વારા ગાડીઓનું ઇન્સ્ટ્રક્શન કરાવતા ધ્યાન પર આવ્યું હતું કે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (PESO) દ્વારા માન્ય વેસલ બનાવવાના કામનો કોન્ટ્રાક્ટ  મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલી ક્રિસોન એન્જિનિયરિંગ વર્ક પાસે હતો. વેસલની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે 18 એમએમથી ઓછી થીકનેસ રાખી હતી. જેથી લોકોને જિંદગી જોખમમાં મુકાય તેમ હતું. કંપનીએ ખોટું સર્ટિફિકેટ કલકત્તાની મેં.ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ કાઉન્સિલનું ઇસ્યૂ કર્યું હતું.