LRD પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ જાહેર, હવે DGP કચેરી નિમણૂક આપશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

LRD Final Result : ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લોકરક્ષક કેડર(LRD)ની ભરતી પ્રક્રિયાનો અંત આવ્યો છે, પોલીસ ભરતી બોર્ડે LRDનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યું છે.
LRDનું ફાઈનલ રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે જાહેરાત ક્રમાંક GPRB/202324/1 લોકરક્ષક કેડરનું આખરી પરિણામ શુક્રવારે (12 ડિસેમ્બર) જાહેર કર્યું છે. જેમાં કુલ 11899 ઉમેદવારો પાસ થયા છે.
રાજ્યમાં લોકરક્ષક કેડરની આશરે 12000 જેટલી જગ્યા માટે 15 જૂન, 2025ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. 30 જૂને ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરી હતી. 6 ઑગસ્ટ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર કરાયા હતા. ભરતી પ્રક્રિયામાં અંતે 338 ઉમેદવારો પોતાની ઉમેદવારી જતી કર્યા બાદનું બોર્ડે ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યુ છે. ભરતી સંબંધિત વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ lrdgujarat2021.in પરથી મેળવી શકાશે.











