Gujarat

સયાજીપુરા શક્તિ વુડાના મકાનમાં નજીવી બાબતે મારામારી

By GS TEAM
8 Nov 20251 min read
સયાજીપુરા શક્તિ વુડાના મકાનમાં નજીવી બાબતે મારામારી

વડોદરા,સયાજીપુરા શક્તિ વુડાના મકાનમાં નજીવી બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડો થતા મારામારી થઇ હતી. જે અંગે બાપોદ  પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સયાજીપુરા શક્તિ વુડાના મકાનમાં  રહેતા શીતલબેન જીતેન્દ્રભાઇ સોલંકીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૭ મી તારીખે હું તથા મારા  પતિ ઘરકામ બાબતે અંદરોઅંદર ઝઘડો કરતા હતા. તે દરમિયાન અમારા બ્લોકની સામે રહેતા શાંતાબેન રોહિત તેમના ઘરેથી મારા પતિને કહેવા લાગ્યા હતા કે, તમે બંને જણા મને કેમ ગાળો બોલો છો ? તેઓ ઝઘડો કરતા હોઇ મેં કંટ્રોલ રૃમમાં કોલ કરતા પોલીસ આવી ગઇ હતી. મેં શાંતાબેન સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી પરત ઘરે આવી ગઇ  હતી. શાંતાબેન તથા સુશીલાબેને મારી સાથે ઝઘડો કર્યો હતો કે, તમે કેમ મારા વિરૃદ્ધ ફરિયાદ આપી ? તેમનું ઉપરાણું લઇને અન્ય લોકોએ આવીને મારી તથા મારા  પતિ સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો. તેઓએ લાકડીથી હુમલો કરી મને, મારા પુત્ર અને પતિને ઇજા પહોંચાડી હતી.