Get The App

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં ઉછીના પૈસાની ઉઘરાણીના મુદ્દે મારામારી : ચાર સામે ગુનો નોંધાયો

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં ઉછીના પૈસાની ઉઘરાણીના મુદ્દે મારામારી : ચાર સામે ગુનો નોંધાયો 1 - image

Jamnagar Crime : જામનગર તાલુકાના મોટી ખાવડી વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણીના મુદ્દે થયેલી બોલાચાલી મારામારીમાં ફેરવાતાં પોલીસે ચાર આરોપીઓ સામે હુમલા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, મોટીખાવડી વિસ્તારમાં વિનાયક પેટ્રોલ પંપ પાછળ રહેતા જયવંતસિંહ અજીતસિંહ ચુડાસમાએ અગાઉ આરોપી અશોક ઉર્ફે સાગર આયરને રૂ.10,000 હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ પરત માંગતા આરોપી સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન તેના અન્ય ત્રણ સાગરીતો પણ ત્યાં આવી પહોંચતાં તમામે મળીને ફરીયાદીને ગાળાગાળી કરી મારામારી કરી હતી.

આ બનાવમાં ફરીયાદીને ગળાના ભાગે ઇજા તેમજ ડાબા હાથની આંગળીમાં સોજો આવ્યાની નોંધ છે. બનાવ બાદ આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. જે બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 352, 296(બી), 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.