Gujarat

મકરપુરામાં શાકભાજી સસ્તામાં વેચવાના મુદ્દે મારામારી

By GS TEAM
15 Mar 20261 min read
મકરપુરામાં શાકભાજી સસ્તામાં વેચવાના મુદ્દે મારામારી

વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.માં શાકભાજી વેચવાના મુદ્દે તકરાર થતા ટેમ્પાવાળા અને પથારાવાળા વચ્ચે તકરાર થઇ હતી. જે અંગે બંને  પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.

માંજલપુર મહેન્દ્રનગરમાં રહેતા અને થ્રી વ્હિલર ટેમ્પોમાં શાકભાજીનો ધંધો કરતા મુકીમ અનિશભાઇ પઠાણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે મકરપુરા જી.આઇ.ડી.સી. ભૂમિ ચોકડી પાસે મારો ટેમ્પો બંધ થઇ જતા હું રોડની સાઇડ પર ટેમ્પો ધક્કો મારીને લઇ જઇ શાકભાજી વેચતો હતો. નજીકમાં પથારા પર શાકભાજી વેચતા  ઇમરાને મારી સાથે ઝઘડો કરતા કહ્યું કે, તું ક્યૂ મૂઝસે કમ દામ મેં સબ્જી બેચ રહા હે. તેના ભાણેજે ચપ્પુ વડે મારા  પર હુમલો કરી ઇજા  પહોંચાડી હતી. ઇમરાન, તેના ભાણેજ તથા મહોમદ સાવનખાન સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

જ્યારે સામા પક્ષે  ઇમરાને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, શાકભાજી વેચવાના મુદ્દે તકરાર થતા મુકીમે અમારા  પર હુમલો કર્યો હતો.