Gujarat

વડોદરાના યાકુતપુરામાં કબ્રસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે વેપારી વચ્ચે મારામારી

By GS TEAM
23 May 20262 mins read
TukuTouch Logo
કબ્રસ્તાનની માલિકી તથા કબજાના વિવાદમાં બંને વચ્ચે વકફ બોર્ડમાં કેસ ચાલી રહ્યો છે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના યાકુતપુરામાં કબ્રસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે વેપારી વચ્ચે મારામારી

Vadodara Crime : વડોદરામાં યાકુતપુરાના મદાર મોહલ્લામાં રહેતા સિદ્દીકશા ઈબ્રાહીમશા દિવાન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. સીટી પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 18 મી તારીખે સાંજે 5:30 વાગે હું મારા ઘરે હતો અમારા ઘરના છોકરાઓ અમારા મહોલ્લાના છોકરાઓ સાથે અમારા ઘરની પાસે આવેલા અલીપારશા દાદાના કબ્રસ્તાનમાં ક્રિકેટ રમતા હતા. તે દરમિયાન સાબીરશા કાદરશા દિવાન પાણી છાંટવા માટે આવ્યો હતો. તેણે છોકરાઓને આ જગ્યાએ ક્રિકેટ નહીં રમવા માટે કહ્યું હતું.

જેથી સાબીરશાને સમજાવવા માટે મારો ભત્રીજો ઐયુબ્શા દિવાન ગયો હતો. પરંતુ તેને મારા ભત્રીજા સાથે પણ બોલાચાલી કરી હતી. હું છોડાવવા ગયો ત્યારે મારી સાથે પણ ઝઘડો કરી આ કબ્રસ્તાન તારા બાપનું છે તેમ કહી ઓરડીમાંથી ધારદાર હથિયાર લાવી મારા ગળા પર મૂકી દેતા મને ગળા પર ઈજા થઈ હતી. આ ઝઘડાનો વિડીયો ઉતારતી મારી પત્ની સાથે પણ તેઓએ જપાજપી કરી મોબાઈલ પાડી દીધો હતો. મોહલ્લાના માણસો ભેગા થઈ જતા અમને છોડાવ્યા હતા. 

જ્યારે સામાન પક્ષએ સાબીરશા દીવાને વળતી ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે કબ્રસ્તાનની દેખરેખનું કામકાજ કરું છું. 18 મી તારીખે સાંજે સાડા પાંચ વાગ્યે કબ્રસ્તાનમાં ક્રિકેટ રમતા નાના છોકરાઓને ત્યાં રમવાની ના પાડતા સિદ્દીકશા દિવાન અને તેનો ભત્રીજો આવી ગયા હતા અને મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. તેઓએ ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કબ્રસ્તાનની મિલકત અને કબજા બાબતે અમારા વચ્ચે વકફ બોર્ડમાં કેસ ચાલે છે.