Gujarat
વડોદરા નજીક બાયપાસ પર કારમાં ભીષણ આગ: ટ્રાફિક જામ
By GS Team
24 Jan 20221 min read
This article was originally published on 24 Jan 2022

વડોદરા, તા. 24
વડોદરા શહેરના બાયપાસ પર ગઈ કાલે સાંજે એક કારમાં ભીષણ આગ લાગતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો.
વડોદરાના એક્સપ્રેસ હાઇવેથી બહાર નીકળી સુરત તરફ જતા બાયપાસ પર આજવા ચોકડીની પાસે આજે ગઈકાલે સાંજે એક કાર પસાર થતી હતી ત્યારે તેમાં અચાનક જ આગે દેખા દેતા ડ્રાઇવર સમય સુચકતા વાપરી કારને સાઈડ પર લઈ લીધી હતી અને તેમાંથી તે પોતે કૂદીને બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.
કારમાં ભીષણ આગ લાગવાને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને ભીષણ આગ ને જોવા વાહનચાલકો ટોળે વળ્યા હતા દરમિયાનમાં અગ્નિશમન દળના જવાનોએ સ્થળ પર પહોંચી જઇ આગ બુઝાવી હતી.




