અમદાવાદ, બુધવાર
હિટ એન્ડ રનના બનાવમાં વધુ એક મહિલાએ જીવ ગુમવ્યો હતો જેમાં લાંભામાં બાઇકની ટક્કરથી સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. માથા તથા પેટ અને મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં મૃત્યું થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે.
ભમ્મરીયાથી નારોલ પાસે અકસ્માત કરીને વાહન ચાલક ભાગી ગયો ઃ માથા, પેટ,મોંઢે ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં મૃત્યું
વટવા વિસ્તારમાં રહેતા અને યુવકે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના માતા તા. ૨૯-૦૧-૨૬ના રોજ બપોરે મિટીંગમાં ગયા હતા. જ્યાં લાંભા ભમ્મરીયાથી નારોલ તરફ જતા હતા ત્યારે રોડ ક્રેસ કરતી વખતે અજાણ્યા બાઇક ચાલકે તેમને ટક્કર મારી હતી.
તેઓ જમીન પર પટકાતાં માથા, પેટ અને મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે અક્સમાત કરીને બાઇક ચાલક નાસી ગયો હતો. પરિવારજનો અંતિમવિધી કર્યા બાદ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોેંધી સીસીટીવી ફૂટેજ આધારે બાઇક ચાલકની શોધખોળ કરવાની કાર્યવાહી શરુ કરી છે.


