Gujarat

સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય

By GS TEAM
10 Dec 20251 min read
સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય

લખતર-વિરમગામ હાઇવે પર

કડુ નજીક કામગીરી બાદ માટી, રેતી, કપચીને હટાવી યોગ્ય સાફ સફાઈ કરવાની માંગ

લખતરલખતર-વિરમગામ સ્ટેટ હાઇવે પર રોડની સંરક્ષણ દિવાલની કામગીરી દરમિયાન રોડ પર પડેલ માટીના કારણે વાહન ચાલકોમા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. લખતર-વિરમગામ હાઇવે પર તાજેતરમાં કડુ નજીક રોડની સંરક્ષણ દિવાલની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે રોડ પર માટી તથા કપચી જોવા મળી રહી છે.

જેના કારણે હાઇવે પર વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. સંરક્ષણ દિવાલની કામગીરી દરમિયાન રોડ પર પડેલા માટીના ઢગલા યોગ્ય રીતે રોડની સાઈડમાં ખસેડયા વગર જ ડાયવર્ઝન હટાવી લીધું હતું અને વાહનો માટે રોડ શરૃ કરી દેવામાં આવ્યો છે. પરંતુ રસ્તા ધુળની ડમરીઓ ઉડતા પાછળથી આવી રહેલા અન્ય બાઈક ચાલકો તેમજ વાહન ચાલકોને ઉડતી ધુળના કારણે અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે. તેમજ માટી રોડ પર ચોંટી જવાના કારણે સ્ટેટ હાઇવે પર ખાડા ટેકરા પણ જોવા મળી રહયા છે.જેથી અકસ્માતનું જોખમ ટાળવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ માટીના ઢગલા હટાવવાની લોક માંગ ઉઠી છે.