Get The App

મહેસાણા: વિજાપુરના મોતીપુરા પાસે કારચાલકે બાઇક અને મોપેડને ઉડાવ્યા, બેના કમકમાટીભર્યા મોત, 8 ઈજાગ્રસ્ત

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
મહેસાણા: વિજાપુરના મોતીપુરા પાસે કારચાલકે બાઇક અને મોપેડને ઉડાવ્યા, બેના કમકમાટીભર્યા મોત, 8 ઈજાગ્રસ્ત 1 - image


Mehsana Accident News: મહેસાણા જિલ્લામાં વિજાપુરના મોતીપુરા ગામ પાસે એક પૂરઝડપે ધસી આવેલી કારે બાઇક અને મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક અને મોપેડ સવાર બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે કારમાં સવાર અન્ય આઠ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

વાહન પરથી કાબૂ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

મળતી માહિતી અનુસાર, મોતીપુરા ગામ પાસેથી રાજસ્થાન તરફથી આવી રહેલી કારચાલકે અચાનક પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કારે રસ્તા પરથી પસાર થઇ રહેલા એક બાઇક અને મોપેડને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારની પ્રચંડ ટક્કર વાગતા જ બંને દ્વિચક્રી વાહનો રોડ પરથી ફંગોળાઈને સીધા બાજુના ખેતરમાં જઈ પડ્યા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ અને CNG મોંઘા થતાં ટેક્સી ભાડું કિ.મી. દીઠ 3 રૂપિયા વધ્યું, સ્કૂલ બસના ભાડા વધશે

ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા

આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર આઠ મુસાફરોને પણ નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વિજાપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ વિજાપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતકોના શબને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે હોસ્પિટલ ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કારની અતિશય ઝડપ અને ચાલકની બેદરકારી જ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.